ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શું મહાભારતમાં દીપિકા સાથે નહીં જોવા મળે પ્રભાસ?

બાહુબલી ફેમ પ્રભાસે દિપીકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘મહાભારત’ માં દુર્યોધનની ભૂમિકા ઠુકરાવી દીધી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે આમાં દ્રૌપદીના દૃષ્ટિકોણથી મહાભારતની પૌરાણિક કથા દર્શાવવામાં આવશે.

શું મહાભારતમાં દીપિકા સાથે નહી જોવા મળે પ્રભાસ?
શું મહાભારતમાં દીપિકા સાથે નહી જોવા મળે પ્રભાસ?

By

Published : Jun 23, 2020, 8:42 PM IST

મુંબઈ: દ્રૌપદીના દૃષ્ટિકોણથી બનાવવામાં આવનારી મહાભારત પર આધારિત આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે ત્યારે દુર્યોધનના પાત્ર માટે બાહુબલી ફેમ પ્રભાસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેણે આ ભૂમિકાનો અસ્વીકાર કર્યો છે.

આ પૌરાણિક કથાના નિર્માણ માટે દિપીકા નિર્માતા મધુ મોન્ટેના સાથે કામ કરશે. ફિલ્મ ચિત્રા બેનર્જી દિવકરુની ના પુસ્તક ‘ધ પેલેસ ઓફ ઇલ્યુઝંસ’ પર આધારિત છે.

ઉપરાંત આ ફિલ્મમાં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવવા માટે હૃતિક રોશનનું નામ વિચારવામાં આવી રહ્યું છે.

ફિલ્મની સત્તાવાર જાહેરાત વખતે દિપીકાએ જણાવ્યું હતું કે, "આ ભૂમિકા નિભાવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મહાભારતની કથાઓ આપણા જીવનમાં સાંસ્કૃતિક રીતે ઘણો પ્રભાવ પાડ્યો છે. આપણને જીવન જીવવાના ઘણા પાઠ શીખવા મળ્યા છે. ત્યારે એક નવા દ્રષ્ટિકોણથી આ મહાકથા ને રજૂ કરવી રસપ્રદ બની રહેશે.

ફિલ્મને બે અથવા વધારે ભાગમાં રજૂ કરવાની યોજના છે. તેને 2021ની દિવાળી પર રજૂ કરવાનો વિચાર હતો પરંતુ કોરોના મહામારીમાં આયોજન હજુ પણ પાછળ ઠેલાય તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details