ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રભાસે ખરીદી 6 કરોડની લેમ્બોર્ગિની, સોશિયલ મિડીયા પર તસવીરો કરી શેર - પ્રભાસ કાર કલેક્શન

બાહુબલી સ્ટાર પ્રભાસ સૌથી પ્રખ્યાત અને વૈવિધ્યસભર કાર સંગ્રહ ધરાવે છે. અભિનેતાએ તેના કાર કલેક્શનમાં 6 કરોડ રૂપિયાની વધુ એક લક્ઝરી કાર ઉમેરી છે.

પ્રભાસ
પ્રભાસ

By

Published : Mar 29, 2021, 12:47 PM IST

  • પ્રભાસે ખરીદી લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસ રોડસ્ટર
  • નારંગી રંગની છે પ્રભાસની લેમ્બોર્ગિની
  • 'આદિપુરુષ'ના શૂટિંગમાં વ્યસ્ત છે પ્રભાસ

હૈદરાબાદ: અભિનેતા પ્રભાસે તેના કલેક્શનમાં વધુ એક લક્ઝરી કાર ઉમેરી છે. તેણે લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસ રોડસ્ટર ખરીદી છે, જેની કિંમત આશરે 6 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો:ફિલ્મ આદિપુરુષમાં દેખાશે પ્રભાસ, ઓમ રાઉત કરશે ડિરેક્ટ

લક્ઝરી કાર કલેક્શન ધરાવે છે પ્રભાસ

આ લક્ઝરી કારમાં સવાર પ્રભાસનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અભિનેતા પાસે પહેલાથી જ BMW 520D, ઇનોવા ક્રિસ્ટા, જેગ્વાર XJL અને રેન્જ રોવર વોગ જેવી લક્ઝરી કારો છે. લેમ્બોર્ગિની ભારતીય સેલેબ્સમાં સૌથી વધુ કિંમતી કાર હોવાથી, તેલુગુ સ્ટારના ચાહકોએ ટ્વિટર પર 'પ્રભાસ' અને 'લેમ્બોગિની' ટ્રેન્ડ શરૂ કરી દીધા. પ્રભાસની નવી કાર નારંગી રંગની છે. સોશિયલ મીડિયા પર ફેલાતા વાયરલ વીડિયોમાં પ્રભાસ કારને પહેલી વાર શરુ કરતો અને રાત્રે તે કાર ચલાવતો નજરે પડે છે.

લેમ્બોર્ગિની એવેન્ટાડોર એસ રોડસ્ટર

આ પણ વાંચો:સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'રાધેશ્યામ'નું પોસ્ટર થયું રિલીઝ

30 જૂલાઈએ રીલિઝ થશે રાધે-શ્યામ

બીજી તરફ પ્રભાસ તેની આવનારી પૌરાણીક ડ્રામા ફિલ્મ 'આદિપુરુષ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉપરાંત, તે 30 જૂલાઈએ રીલિઝ થનારી રોમેન્ટીક ડ્રામા ફિલ્મ રાધે-શ્યામમાં જોવા મળશે. જે તેલુગુ, તમિલ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રીલિઝ થશે.

ABOUT THE AUTHOR

...view details