મુંબઈ: બાહુબલી સુપર સ્ટાર પ્રભાસ માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં નહીં, પરંતુ ભારતમાં તેમના કામથી અનોખી ઓળખ બનાવી છે. બાહુબલી અને સાહો જેવી ફિલ્મો બાદ ફરી પ્રભાસ તેમની ફિલ્મથી ધમાલ મચાવવા માટે તૈયાર છે. હાલમાં જ પ્રભાસની આદિપુરુષ (Adipurush)નો ફર્સ્ટ લુક રીલિઝ થયો છે. જે એક 3ડી એક્શન ડ્રામા ફિલ્મ છે.
પ્રભાસે આદિપુરુષનો ફર્સ્ટ લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં પ્રભાસના ફ્રેન્સનું એકસાઈટમેન્ટ વધી ગયું છે. આદિપુરુષ ફિલ્મ દ્વારા પ્રભાસ વર્ષની સૌથી હીટ ફિલ્મ તાન્હાજીના ડાયરેક્ટર ઓમ રાઉતની સાથે કામ કરશે. પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષની ટેગ લાઈન બુરાઈ પર અચ્છાઈની જીતનો જશ્ન,
આદિપુરુષનું પોસ્ટર જોતા એવું લાગી રહ્યું છે કે, ફિલ્મની સ્ટોરી રામાયણ સાથે જોડાયેલી છે. આ પોસ્ટમાં હાથમાં ગદા સાથે હનુમાનજી, 10 માથાનો રાવણ અને હાથમાં ધનુષ્ય પકડેલા ભગવાન રામ જોવા મળી રહ્યાં છે. આદિપુરુષના પોસ્ટરના ફ્રેન્સ ખુબ વખાણ કરી રહ્યાં છે. જેને 2 લાખથી વધુ લાઈક મળી ચુકી છે.
તમને જણાવી દઈએ કે, આ અપકમિંગ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓમાં રિલીઝ થશે. પ્રભાસની આદિપુરુષ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટર કરશે તો ફિલ્મને ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર પ્રોડ્યૂસ કરશે.
મહત્વનું છે કે, પ્રભાસે તાન્હાજી ડાયરેક્ટર ઓમ રાઉત સાથેની એક વીડિયો ક્લિપ શેર કરી હતી. જેમાં ઓમ રાઉત કહી રહ્યાં છે. કે, શું તમે કાલ માટે તૈયાર છો. આ સિવાય પ્રભાવ ફિલ્મ રાધે શ્યામમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી પૂજા હેગડે લીડ રોલમાં છે.