હૈદરાબાદ: સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મની દુનિયાભરના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.
'રાધેશ્યામ' નામની આ ફિલ્મ રાધા કૃષ્ણ કુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. જે ફિલ્મને ગુલશન કુમાર અને ટી-સીરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. યુવી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેનો પ્રથમ લુક પણ રિલીઝ થઈ ચૂક્યો છે. ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ અને પૂજા હેગડે જોવા મળી રહ્યા છે.
'રાધેશ્યામ' ફિલ્મ એક મોટા બજેટની ફિલ્મ છે અને આ ફિલ્મ વર્ષ 2021માં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ સારી ખબર છે. પ્રભાસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, મારા ચાહકો તમારા માટે છે અને મને આશા છે કે તમને આ પસંદ આવશે.
ટી- સીરીઝના ભૂષણ કુમારે કહ્યું કે સાહો માટે પ્રભાસ અને યુવી ટીમ સાથે કામ કરવું એક સારો અનુભવ હતો. અમે એક બહુભાષી ફિલ્મ સાથે અમારા પ્રોડક્શનનો વિસ્તાર કરી શકીએ છીએ. જ્યારે એક સાથે કામ કરવાની વાત આવી ત્યારે રાધેશ્યામ ફિલ્મ એકદમ સાચો વિકલ્પ લાગ્યો હતો. આ ફાસ્ટ લૂક લોન્ચ સાથે અમે ફિલ્મથી પ્રભાસ અને પૂજાની કેમેસ્ટ્રીની ઝલક જાહેર કરી રહ્યા છીએ.