ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Pornography case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું - શર્લિન ચોપડા

શર્લિનએ રાજ કુંદ્રા પર ઘણા આરોપ લગાવ્યા છે. શર્લિનના પ્રમાણે રાજ કુંદ્રાએ તેને એડલ્ટ ફિલ્મના બિઝનેશમાં ધકેલી હતી. રાજે તેને એડલ્ટ લેખન પર કામ કરવા માટે કહ્યું હતું. પહેલા તેને એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને બાદમાં લેખન કરવા કહ્યું હતું.

sheety
Pornography case: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે શર્લિન ચોપરાને સમન્સ પાઠવ્યું

By

Published : Aug 6, 2021, 11:35 AM IST

  • પોર્નોગ્રાફિ કેસમાં આજે શર્લિન ચોપડાની પુછતાછ
  • મુંબઈ પોલીસ કરી રહી છે કેસની ઝીણવટથી તપાસ
  • શર્લિન ચોપડા આપી શકે છે ઘણી મહત્વની જાણકારી

મુંબઈ: મુંબઈ પોલીસ પોર્નોગ્રાફિ કેસમાં ખૂબ જ ઝીણવટથી તપાસ કરી રહી છે અને દરેક પાસા પર નજર રાખી છે. આ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેશમેન રાજ કુંદ્રાની ધરપકડ કરી છે. પોલીસ તેમની સતત પૂછતાછ કરી રહી છે. અભિનેત્રી શર્લિન ચોપડા ને પ્રોપર્ટી સેલ ઓફ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચએ સમન્સ પાઠવ્યું છે. શર્લિને આજે ( 6 ઓગસ્ટ, શુક્રવાર) હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

શર્લિને રાજ કુંદ્રા પર આરોપ લગાવ્યા

શર્લિનએ રાજ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા છે. શર્લિનના પ્રમાણે રાજ કુંદ્રાએ જ તેને એડલ્ટ ફિલ્મોના વેપારમાં ધકેલી હતી. રાજે તેને એડલ્ટ લખાણ પર કામ કરવા કહ્યું હતું. પહેલા તેને રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને બાદમાં એડલ્ટ લખાણ પર કામ કરવા કહ્યું હતું. રાજે તેને હોટશોટ એપ માટે શૂટ કરવા માટે કહ્યું હતું પણ શર્લિન ચોપડાએ તે માટે ના પાડી દીધી હતી.

આ પણ વાંચો : રાજ્યોને OBCની યાદી બાનાવવાની મંજૂરીથી લાભ !

આર્મ્સપ્રાઈમ મીડિયાની સાથે શર્લિનો કોન્ટ્રાક્ટ

અહેવાલ પ્રમાણે શર્લિન ચોપડાનો રાજ કુંદ્રાની કંપની આર્મ્સમીડિયાની સાથે કરાર હતો. કારાર મુજબ ભારતની બહાર કેટલીક એપને એડલ્ટ કોન્ટેટ પહોંચાડવાનું હતું. શર્લિનના પૂર્વ વકિલ ચરણજીત ચન્દ્રપાલ ના પ્રમાણે, શર્લિન સેમી પોર્નોગ્રાફિની સાથે એક એપ ચલાવે છે.આ પાર્ટ ટાઈમ કામ સારૂ નહોતુ ચાલી રહ્યું અને શર્લિનની રાજ કુંદ્રા સાથે મુલાકાત થઈ હતી. રાજ કુંદ્રાએ કહ્યું હતું કે તેને નફાના 50 ટકા મળશે. આ કરાર પર ખુદ રાજ કુંદ્રાએ સહી કરી હતી. શરૂઆતમાં સારી કમાણી થઈ હતી, પણ શર્લિનને એવું લાગ્યું કે તેને કરાર મુજબ પૈસા નથી મળી રહ્યા એટલે તેને કરાર પૂરો કરી દીધો.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદી આજે વિદેશમાં ભારતીય મિશનના વડાઓ સાથે વાતચીત કરશે

ABOUT THE AUTHOR

...view details