- બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Bollywood actress Shilpa Shetty) પોર્નોગ્રાફી કેસ અંગે પોતાની વાત સામે રાખી
- આ કેસ અત્યારે વિચારાધીન છે, આ માટે અમે કોઈ પ્રકારની ટિપ્પણીથી બચી રહ્યા છીએઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)
- મીડિયાએ મારી ઉપર ગેરવ્યાજબી આક્ષેપ લગાવ્યા છે, જે બરાબર નથીઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)
પોર્નોગ્રાફી કેસમાં પકડાયેલા રાજ કુન્દ્રાની પત્ની અને બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના કેસને ધ્યાનમાં રાખી ટ્વિટર પર પોતાનું નિવેદન જાહેર કર્યું છે. અભિનેત્રીએ પ્રાઈવસીનું ઉદાહરણ આપતા તમામને અનુરોધ કર્યો છે કે, આ મામલાને લઈને કમેન્ટ પાસ ન કરે. હાલની ઘટનાઓ અંગે બોલતા અને ઓનલાઈન દુર્વ્યવહાર અને ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપતા શિલ્પાએ કહ્યું હતું કે, તે કોઈ પણ ટિપ્પણી કરવાથી બચી રહી છે. કારણ કે, આ સમગ્ર મામલો વિચારાધીન છે. અભિનેત્રીએ મીડિયા ટ્રેલ્સની પણ ટીકા કરતા કહ્યું હતું કે, તે અને તેનો પરિવાર કાયદાનું પાલન કરનારા નાગરિક છે.
આ પણ વાંચો-શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, રાજ કુંદ્રાએ ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટ કરી અરજી
મેં અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરીઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)
શિલ્પાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મારું નિવેદન. હાં. છેલ્લા કેટલાક દિવસ દરેક મોર્ચે પડકારણપૂર્ણ રહ્યું છે. ઘણી બધી અફવાઓ અને આરોપ લગાવવામાં આવ્યા છે. મીડિયાએ મારી ઉપર ગેરવ્યાજબી આક્ષેપ લગાવ્યા છે, જે બરાબર નથી. ટ્રોલિંગ અને ઘણા સવાલ કર્યા છે. માત્ર મારા માટે નહીં પરંતુ મારા પરિવાર માટે પણ. મારું સ્ટેન્ડ એ છે કે, મેં અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી અને આ મામલા પર આવું કરવાથી બચી રહીશ કારણ કે, આ મામલા ન્યાયાધીન છે.