મુંબઈઃ એક્ટ્રેસ અને મોડેલ પૂનમ પાંડે સોશિયલ મીડિયા સેંશેસન છે. તે પોતાની બોલ્ડ પોસ્ટથી હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં અભિનેત્રીએ બોયફ્રેન્ડ સૈમ બૉમ્બ સાથે લગ્ન કર્યા હતા. એવામાં લગ્નના થોડા દિવસો બાદ જ પૂનમ પાંડેએ પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો છે.
પૂનમ પાંડેએ પતિ સૈમ પર મારપીટનો અને ધમકીનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ સૈમની ગોવામાં ધરપકડ પણ કરવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે ગોવામાં એક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં તે પોતાની એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.