ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નેપોટિઝમ પર પૂજા ભટ્ટની પ્રતિક્રિયા, કંગના રનૌતને આપ્યો જવાબ - અનુરાગ બાસુ

બોલિવૂડમાં નેપોટિઝમ મુદ્દા પર મહેશ ભટ્ટની પુત્રી અને એક્ટ્રેસ પૂજા ભટ્ટે સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે સાથે કંગના રનૌતને પણ તેના અંદાજમાં જવાબ આપ્યો હતો.

નેપોટિઝમ પર પૂજા ભટ્ટની પ્રતિક્રિયા, કંગના રનૌતને આપ્યો જવાબ
નેપોટિઝમ પર પૂજા ભટ્ટની પ્રતિક્રિયા, કંગના રનૌતને આપ્યો જવાબ

By

Published : Jul 8, 2020, 8:41 PM IST

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધન પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ પર ચર્ચાઓ વધી રહી છે.

ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ પરની ચર્ચાઓને લઈને કેટલાય સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા દ્વારા ઈન્ડસ્ટ્રીમાં થઈ રહેલા ભેદભાવ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

હાલમાં જ પૂજા ભટ્ટે ટ્વીટ કરી નેપોટિઝમ પરના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

પૂજા ભટ્ટે એક નહીં પરંતુ ઘણા ટ્વીટ કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યા છે.

પૂજા ભટ્ટે લખ્યું કે, એક સમય એવો હતો ભટ્ટ પરિવાર પર સ્થાપિત એક્ટર્સ વિરુદ્ધ કંઈક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને નવા એક્ટર સાથે કામ કરવા અને મોટા સિતારાઓની પાછળ ભગવા માટે નાના ગણવામાં આવતા હતા. આ તે જ લોકો નેપોટિઝમ કાર્ડ રમી રહ્યા છે? ગૂગલ અને ટ્વીટ કરવાવાળા લોકો બોલતા પેહેલા વિચારતા નથી.

કંગના રનૌત લઈને પૂજા ભટ્ટને કહ્યું કે, તે બહુ પ્રતિભાશાળી છે. અનુરાગ બાસુએ પણ કંગના રનૌતની પ્રતિભાને માન્યતા આપી હતી અને ગેંગ સ્ટાર ફિલ્મ વિશે જણાવ્યું હતું કે તે કોઈ નાનકડું પરાક્રમ નહોતું. તેમના તમામ પ્રયત્નો બદલ તેમને શુભેચ્છાઓ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details