મુંબઈઃ એસિડ એટેક અંગે ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો એક વીડિયો આજકાલ ચર્ચામાં છે. આ વીડિયોને લઈ ગણી આલોચના થઈ રહી છે. આ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ પગલા લેવાની વાત કરી છે. અને હવે અભિનેત્રી પૂજા ભટ્ટે પણ આ વીડિયોને લઈ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
વાઈરલ વીડિયોમાં ફૈઝલ એક એવા યુવકની એક્ટિંગ કરે છે, જે પોતાની પ્રેમિકાને ગુમાવ્યાં પછી ખુબ જ દુઃખી છે. વધુમાં વીડિયોમાં તે તેની પ્રેમિકાને કહે છે કે તે તને છોડી દેશે, જેના માટે તે મને છોડી દીધો. ત્યાર બાદ તે યુવક તેની પ્રેમિકા પર એસિડ ફેંકે છે અને યુવતીનો ચહેરો અને તેની સુંદરતા બળી જાય છે.