ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ભાજપ નેતા આંચલ અવાનાએ જયપુરમાં એકતા કપૂરની સામે નોંધાવી ફરિયાદ - એકતા કપૂરની વેબ સીરીઝ

તાજેતરમાં જ પ્રખ્યાત ટીવી સીરિયલ ડિરેક્ટર એકતા કપૂરની વેબ સીરીઝ 'XXX: Uncensored 2' વિવાદમાં છે. આ અંગે ભાજપના નેતા આંચલ અવાનાએ જયપુરના ભટ્ટા બસ્તી પોલીસ સ્ટેશનમાં વેબ સિરીઝના ડિરેક્ટર એકતા કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ભાજપ નેતા આંચલ અવાનાએ જયપુરમાં એકતા કપૂરની સામે નોંધાવી ફરિયાદ
ભાજપ નેતા આંચલ અવાનાએ જયપુરમાં એકતા કપૂરની સામે નોંધાવી ફરિયાદ

By

Published : Jun 7, 2020, 7:24 PM IST

જયપુર : તાજેતરમાં જ પ્રખ્યાત ટીવી સીરિયલ ડિરેક્ટર એકતા કપૂરની વેબ સીરીઝ 'XXX: Uncensored 2' વિવાદમાં છે. આ અંગે ભાજપના નેતા આંચલ અવાનાએ જયપુરના ભટ્ટા બસ્તી પોલીસ સ્ટેશનમાં વેબ સિરીઝના ડિરેક્ટર એકતા કપૂર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અવનાએ આરોપ લગાવ્યો છે કે લશ્કરી પરિવારની મહિલાઓના પાત્ર પર 'XXX: Uncensored 2' વેબ સીરીઝ ખોટી રીતે ફિલ્માવવામાં આવી છે, જેનાથી સમાજના તમામ વર્ગમાં રોષ ફેલાયો છે. આંચલ અવાનાએ એડવોકેટ અર્જુન રાજપુરોહિત દ્વારા આ ફરિયાદ નોંધાવી છે.

તેમના મતે, એકતા કપૂરની તેમની વેબ સીરીઝ 'XXX: Uncensored 2' માં, લશ્કરી પરિવારોની મહિલાઓના સંદર્ભમાં જે રીતે અભદ્ર અને અનૈતિક ટિપ્પણી કરવામાં આવી છે. આને કારણે સમાજના વિવિધ વર્ગમાં ઉપરોક્ત પરિવારો પ્રત્યે નફરતની ભાવના જન્મી છે.

તેમના મતે, 'XXX: Uncensored 2' વેબ સીરીઝમાં, સૈન્યની પત્નીને અનૈતિક કામ કરતા દર્શાવવામાં આવી છે જે સેનાના યુનિફોર્મને ફાડીતા જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આવા દર્શયો ફક્ત સૈન્ય પરિવાર માટે જ નહીં પરંતુ દેશના નાગરિકોની ભાવના અને તમામ મહિલાઓની ગૌરવના વિરૂદ્ધ છે.

ફરિયાદી અને ભાજપના નેતા આંચલ અવાના લશ્કરી પરિવારમાંથી આવે છે અને તેમના પતિ પણ સેનામાં છે. અવાનાના જણાવ્યા મુજબ, સમાજના વિવિધ વર્ગની મહિલાઓ અને સમાજને આ પ્રકારના દર્શયોથી ઘણું દુ:ખ થાય છે. તેમણે કહ્યું કે આ મામલે ભટ્ટ બસ્તી પોલીસે ફરિયાદ બાદ તપાસ શરૂ કરી છે અને જલ્દીથી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ABOUT THE AUTHOR

...view details