PM મોદીનું આ ટ્વિટ આમિર ખાન દ્વારા 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક' ને બૈન કરવાને લઈને ઈનિશિયેટિવ સપોર્ટ કર્યા બાદ આવ્યું છે. તેમજ તેઓએ એ પણ ઉમેર્યું કે, આમિર ખાનનો સપોર્ટ બીજા અનેક લોકોને પણ આંદોલન માટે સક્રિય કરશે.
શા માટે PM મોદીએ આમિર ખાનનો આભાર માન્યો..! - આમિર ખાન
મુંબઈ: બોલીવૂડના મિસ્ટર પર્ફેક્શ્નિસ્ટ દ્વારા PM મોદીના 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક' ના બૈનને સપોર્ટ કર્યા બાદ મોદીએ આ મહત્વપૂર્ણ સપોર્ટ માટે આમિર ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
![શા માટે PM મોદીએ આમિર ખાનનો આભાર માન્યો..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4269388-thumbnail-3x2-amir.jpg)
single use plastic ban
મોદીએ ટ્વિટમાં લખ્યું કે, આભાર આમિર ખાન, આંદોલનને તમારો સહકાર આપવા બદલ. તમારા પ્રેરણાદાયી શબ્દો અન્ય લોકોને પણ આ આંદોલનને મજબુત કરવા માટે સક્રિય કરશે.
મોદીએ પોતાના રેડિયો શૉ 'મન કી બાત' માં એક આંદોલન શરુ કરવાની પહેલ કરી હતી. મોદીના મિશનને સપોર્ટ કરવા મિસ્ટર પર્ફેક્શ્નિસ્ટ આમિર ખાને ટ્વિટ કર્યું હતું કે, સમ્માનીય PM @narendramodi ના સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો નાશ કરવા માટેના મિશનને સપોર્ટ કરવું જોઈએ. આ આપણા બધા પર છે કે, આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પરના રોકને નિશ્ચિત કરીએ.