બોલીવૂડ ગાયિકા નેહા કક્કડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "બોલીવૂડના સંગીતકારો એમ વિચારે છે કે જો અમે સુપરહિટ ગીતો આપીશું તો અમને શો દ્વારા કમાણી થઇ જ જશે. મને મારા ગીતો દ્વારા શો તથા લાઇવ કોનસર્ટ્સમાં સારી કમાણી થાય છે. પરંતુ બોલિવૂડમાં અમને આ ગીતો માટે કોઇ ચૂકવણી કરવામાં આવતી નથી.
આદિત્યએ પણ આ વાતથી સંમત થતા જણાવ્યું કે, તેઓ જાણે ઉપકાર કરતા હોય તેમ અમને ગીત માટે બોલાવે છે, તેઓ અમને તક આપે એ ભગવાનનો આશીર્વાદ હોય તેવું જતાવે છે. મને કોઇપણ કામ મફતમાં કરવામાં વાંધો છે. ફક્ત સંગીત ઉદ્યોગ જ નહી, કોઇ પણ ઉદ્યોગમાં કલાકારોએ મફતમાં કામ ન કરવું જોઇએ.
હવે એક નવી વાત સામે આવી છે કે 'તમને એક્સપોઝર મળશે'. શું આ એક્સપોઝર મને રોટલી આપશે? જ્યારે મારુ ઘર ચલાવવા માટે પૈસા ન હોય ત્યારે હું આ એક્સપોઝરનુ શું કરીશ? કૃપા કરીને શોષણ કરવાનું બંધ કરો.