ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પ્રખ્યાત સિંગર કુમાર સાનુ કોરોના સંક્રમિત - કુમાર સાનુ કોરોના પોઝિટિવ

બૉલિવૂડના પ્રખ્યાત ગાયક કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 14 ઓક્ટોબરે તે પરિવારને મળવા માટે લોસ એન્જલસ જવાના હતા. જોકે જ્યારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તેમણે યાત્રા રદ્દ કરી હતી.

કુમાર સાનુ
કુમાર સાનુ

By

Published : Oct 16, 2020, 11:50 AM IST

મુંબઇ: બૉલિવૂડના પ્રખ્યાત ગાયક કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુમાર સાનુએ ફેસબુક દ્વારા આ માહિતી આપી હતી. કુમાર સાનુના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે કે, 'દુર્ભાગ્યે સાનુ દા (કુમાર સાનુ) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કૃપા કરીને તેમના માટે પ્રાથના કરો.. આભાર. ' BMC એ કુમાર સાનુની બિલ્ડિંગને સીલ કરી દીધો છે.

કુમાર સાનુની પત્ની સલોનીએ કહ્યું કે, 'જો તેમને સારું લાગે તો તે 8 નવેમ્બર સુધીમાં યુ.એસ. આવશે હાલ તે ક્વોરેન્ટાઇન છે. તેમણે કહ્યું કે, જો તે આવી શકશે નહીં, તો આખો પરિવાર આગામી તમામ તહેવારોની ઉજવણી માટે મુંબઈ આવશે.

ABOUT THE AUTHOR

...view details