ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલીવુડની ફેમસ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસથી પીડિત - બોલીવુડની ફેમસ સિંગર

બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર કનિકા કપૂરને કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તે 15 માર્ચે લંડનથી લખનઉ આવી હતી. મળતી માહિતી અનુસાર, તે ગ્રાઉન્ડ સ્ટાફની મિલીભગતથી એરપોર્ટ પર વોશરૂમમાં છુપાઇને ભાગી ગઈ હતી. કનિકાએ રવિવારે લખનઉના ગેલેંટ એપાર્ટમેન્ટ્સમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં લખનઉના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને ઘણા નેતાઓએ ભાગ લીધો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર એપાર્ટમેન્ટમાં હોબાળો મચી ગયો છે.

બોલીવુડની ફેમસ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસથી પીડિત
બોલીવુડની ફેમસ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસથી પીડિત

By

Published : Mar 20, 2020, 4:28 PM IST

મુંબઇઃ બોલીવુડની ફેમસ સિંગર કનિકા કપૂર કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગઇ છે, કોરોના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ લખનઉમાં તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. થોડાક સમય પહેલા કનિકા કપૂર લંડનથી પરત ફરી હતી.

સિંગર કનિકા કપૂરે પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત છુપાવી હતી અને એક હોટલમાં પણ રોકાઇ હતી, ત્યાં તેને ડિનર પાર્ટી પણ કરી હતી. કનિકા કપૂર લખનઉની તાજ હોટલમાં ગઇ હતી. પાર્ટીમાં તમામ મોટા ઓફિસરો અને ઘણા નેતા સામેલ હતા. હાલ સમગ્ર એપાર્ટમેન્ટમાં હડકંપ છે. આ ઉપરાંત દરેક વ્યક્તિ ભયભીત છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસ (CoronaVirus)ની અસર સમગ્ર દુનિયામાં જોવા મળે છે. ચારેય તરફ આ વાઇરસને લઇને હાહાકાર મચી ગયો છે, તો બીજી તરફ દેશમાં વધતા જતા કોરોના વાઇરસના કેસને જોતાં સરકારે ઘણા રાજ્યોના સિનેમાઘરો અને સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ બોલીવુડથી હોલીવુડ સુધી ઘણી ફિલ્મોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે અને ફિલ્મ રિલીઝ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એવામાં બોલીવુડ સેલેબ્સ પણ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને પોતાના ફેન્સને કોરોનાથી બચવાની સલાહ આપતી જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details