ગુજરાત

gujarat

ETV Bharat / sitara

PIA પ્લેન ક્રેશમાં પાક અભિનેત્રી આયઝા ખાનનું નિધન? અફવા પર અભિનેત્રી થઈ ગુસ્સે - પાકિસ્તાની અભિનેત્રી

કરાચીમાં વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાની અભિનેત્રી આયઝા ખાન અને તેના પતિના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. જેથી હવે અભિનેત્રીએ પણ હવે ઇન્સ્ટાગ્રામ પર અફવા ફેલાવનારાઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

Ayeza Khan
Ayeza Khan

By

Published : May 24, 2020, 8:05 AM IST

મુંબઇ: પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ (પીઆઈએ) ના વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોએ પાકિસ્તાનના કરાચીમાં વિમાનમથક નજીક થયેલા અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 97 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાની અભિનેત્રી આયઝા ખાન અને તેના પતિના નિધનના સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. થોડા સમય પછી અભિનેત્રીએ જાતે જ પોતાની પોસ્ટ્સ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને આ અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી .

આયઝાએ લખ્યું હતું કે, 'આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. હું અને મારા પતિ સંપૂર્ણ સુરક્ષિત છીએ. અલ્લાહ આવા લોકોને બુદ્ધી આપે કે, પુષ્ટિ વિના કંઇ પણ લખે નહીં. અલ્લાહ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ધૈર્ય આપે.

ઉલ્લેખનીય છે કે, કે અયાઝા ખાન પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે. તેમાં 'અફઝલ', 'મેરી જિંદગી હૈ તુ', 'સારી ભુલ હમારી થી', 'થોડા સા હક' અને 'અધૂરી ઔરત' વગેરે સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details