ગુજરાત

gujarat

ETV Bharat / sitara

પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા ફેન્સએ કહ્યું... "બૉમ્બ ફોડ્યો સનાએ" - Photoshoot by Shahnaz Gill songs

બિગ બોસ 13 બાદ શહનાઝ ગીલે (Shahnaz Gill songs) ટુંક સમયમાં જ લોકના દિલ જીતી લીધા છે, ત્યારે શહનાઝ ગિલને લગતી કોઈપણ પોસ્ટ હોય તે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ જતી હોય છે. હાલ તેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જે ખુબ ચર્ચામાં છે. જૂઓ તેની તસવીરો..

પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા યુઝરે કહ્યું... ‘બૉમ્બ ફોડ્યો સનાએ
પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા યુઝરે કહ્યું... ‘બૉમ્બ ફોડ્યો સનાએ

By

Published : Jan 29, 2022, 10:34 AM IST

ન્યૂઝ ડેસ્ક:બિગ બોસ 13 બાદ શહનાઝ ગીલે (Shahnaz Gill songs) ટુંક સમયમાં જ લોકના દિલ જીતી લીધા હતા, ત્યારે અત્યાર સુધીમાં ભાગ્યે જ કોઈએ આટલી લોકપ્રિયતા મેળવી છે. શહનાઝ તેના મસ્તીભર્યા અંદાજથી ઝડપથી લોકોના દિલ જીતી લે છે,જ્યારે શહનાઝ ગિલને લગતી કોઈપણ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ જાય છે. હાલ તેની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જે ખુબ ચર્ચામાં છે.

પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા યુઝરે કહ્યું... ‘બૉમ્બ ફોડ્યો સનાએ

આ પણ વાંચો:Shweta Tiwari Controversial Statement:શ્વેતા તિવારીએ 'ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે'ના નિવેદન માટે માંગી માફી, જાણો શું કહ્યું

શહનાઝે પહેરી શિમર સાડી

શહનાઝે તેની આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Shahnaz Gill Instagram Account) પર શેર કરી છે. શહનાઝ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. શહનાઝ લાઈટ બેબી પિંક કલરની શિમર સાડી પહેરી છે તેમજ સાડીને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ અને ગળામાં ડાયમંડ નેકલેસ પહેર્યો છે, જે તેની અદાઓ અને સુંદરતામાં વધારો કરી રહ્યો છે. તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “હું એક ઈચ્છા પૂરી કરી રહી છું. તમને કેવું લાગે છે?".

પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા યુઝરે કહ્યું... ‘બૉમ્બ ફોડ્યો સનાએ

આ પણ વાંચો:Divorce of Samantha and Chaitany : નાગાર્જુને ટ્વીટ કરીને કહ્યું- સામંથા-નાગા ચૈતન્યના છૂટાછેડા પર કોઈ નિવેદન નથી આપ્યું

તસવીરો પર અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઈક્સ

તમને જણાવી દઈએ કે, શહેનાઝ ગીલે મનીષ મલ્હોત્રાની ડિઝાઇન કરેલી સાડી (Manish Malhotra Saree) પહેરી છે, જેમાં તે અદ્ભુત લાગી રહી છે. તેની આ તસવીરો પર અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ આવી ચૂકી છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા (Social Media) યુઝરે લખ્યું, ‘બૉમ્બ ફોડ્યો સનાએ’. તો અન્ય એક યુઝરે લખ્યું, "ઇન્ના સોના તૈનુ રબ ને બના". આ રીતે લોકો હાર્ટ અને ફાયર ઇમોજી પણ બનાવીને શહનાઝના ફોટા પર પ્રેમ વરસાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details