વિરાટે ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી, જેમાં તે દરિયા કિનારે આરામ દાયક ખુરશી પર બેઠેલી પત્ની અનુષ્કાના ખોળામાં માથુ રાખી સુતેલો જોવા મળે છે. જેના કારણે તે ટ્રોલ થયા છે.
ફોટોમાં અનુષ્કા બ્લૈક બિકીની અને સ્ટાઇલીસ ચશ્મામાં નજર આવી રહી છે. વિરાટ પાઉટ કરી કેમેરાની સામે જોઇ રહ્યો છે,જ્યારે અનુષ્કા દૂર રહેલી બીજી કોઇ વસ્તુને જોઇ રહી છે. એક બાજુ ઘણા લોકોને આ કપલનો ફોટો ખૂબ જ ગમી રહ્યો છે, ત્યારે અમુક લોકોએ ટ્રોલ પણ કર્યો છે.
કેટલાય પ્રકારના મીમ્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. એક યુઝરે કમેન્ટ પણ કરી કે, 'માન્યવર સ્વિમવેર' જ્યારે અનુષ્કાને બિકીનીમાં જોઇ ઘણા લોકોએ કમેંટ કરી હતી. એક યુઝરે લખ્યુ કે, ટેક્સટાઇલ કંપની આ દિવસોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યી છે કારણે કે યુવાઓએ કપડા પહેરવાનુ બંધ કરી દીઘુ છે.
બીજા યુઝરે લખ્યુ કે, પહેલા વારમાં એવુ લાગ્યુ કે,આ રોહિત શર્મા છે. એક યુઝરે લખ્યુ કે, વિરાટે કપડા નથી પહેર્યા એટલે ટેક્સટાઇલ કંપનીને નુકશાન થઇ રહ્યું છે. સરકાર ઉપર આરોપ લગાવવાનુ બંધ કરો.