ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકો કંગના રનૌતની સફળતાની ઈર્ષ્યા કરે છે: શત્રુઘ્ન સિન્હા - કંગના રનૌત

અભિનેત્રી કંગના રનૌત નેપોટિઝમના મુદ્દાને લઇને હાલ ચર્ચામાં છે. અમુક લોકો કંગનાના સપોર્ટમાં છે, તો અમુક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે શત્રુધ્ન સિન્હાએ કંગનાને સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કંગના વિરૂદ્ધ બોલવાવાળા લોકો તેની સફળતાની ઈર્ષ્યા કરે છે.

sinha
લોકો કંગના રનૌતની સફળતાની ઈર્ષ્યા કરે છે : શત્રુઘ્ન સિંહા

By

Published : Jul 25, 2020, 1:40 PM IST

મુંબઇ: બૉલિવૂડ દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલિવૂડમાં આઉટસાઇડર અને ઇન્સાઇડર અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે કંગના રનૌત ખુલ્લીને લોકો સામે આવી છે. અભિનેત્રીએ ડાયરેકટરો અને અભિનેતા પર નેપોટિઝમનો આરોપ લગાવ્યો હતો.

કંગનાએ કહ્યું કે, બૉલિવૂડમાં ઘણાં માફિયા ગૃપ છે. જે બહારથી આવતા લોકોનું કેરિયર બરબાદ કરી નાખે છે. તેવામાં અમુક લોકો કંગનાની વાતથી સહમત થયાં છે. જ્યારે અમુક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેવામાં દિગ્ગજ અભિનેતા શત્રુધ્ન સિન્હાએ કંગનાને સપોર્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે, કંગના વિરૂદ્ધ બોલનારા લોકો તેની સફળતાની ઈર્ષ્યા કરે છે.

એક પોર્ટલ સાથેની વાતચીતમાં શત્રુધ્ન સિન્હાએ જણાવ્યું કે, મેં ઘણા લોકોને કંગના વિરૂદ્ધ બોલતા જોયા છે. કારણ કે, તે લોકો અંદરથી તેની ઈર્ષ્યા કરે છે. તે લોકો માને છે કે, અમારા ઇચ્છા વિના અમારા ગૃપમાં જોડાયા વિના, અમારા આશીર્વાદ વિના, અમારા દબાણ વિના, આ છોકરી આગળ નીકળી ગઇ છે, એટલે લોકો તેની ઈર્ષ્યા કરે છે.

આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ શત્રુધ્ન સિન્હાએ પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કરણ જોહરના શો કોફી વિથ કરણ પર કટાક્ષ કર્યો હતો. આ સાથે તેણે કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી કોઇની પ્રોપર્ટી નથી. ઇન્ડસ્ટ્રીમાં કોણ રહેશે અથવા કોણ નહીં તે નક્કી કરવાનો કોઈને પણ અધિકાર નથી.

ABOUT THE AUTHOR

...view details