લોસ એન્જલસ: ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસે કોરોના વાઇરસ ફાટી નીકળવાના કારણે ચાલુ લોકડાઉન વચ્ચે બે મહિનામાં પહેલીવાર ઘરની બહાર નીકળીને એક તસવીર શેર કરી છે. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે માસ્ક પહેરેલી જોવા મળી રહી છે.
લોકડાઉનના 2 મહિના બાદ પહેલીવાર ઘરની બહાર નીકળી પ્રિયંકા... - પ્રિયંકા ચોપરા 2 મહિનામાં પહેલી વાર બહાર નીકળી
લોકડાઉનને કારણે લોસ એન્જલસમાં પતિ સાથે રહેતી પ્રિયંકા ચોપરાએ આજે એક સેલ્ફી શેર કરી હતી અને કહ્યું હતું કે, તે લગભગ 2 મહિના પછી ઘરની બહાર નીકળી છે.
પ્રિયંકા
તેણે ફોટોને કેપ્શનમાં લખ્યું કે, 'આંખો ક્યારેય શાંત હોતી નથી. બે મહિનામાં પહેલી વાર ઘરની બહાર આવી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા છેલ્લે ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિંક' માં જોવા મળી હતી. આ ફિલ્મ અભિનેત્રીએ બોલિવૂડમાં કમબેક કર્યું હતું. ફિલ્મમાં ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ મહત્વની ભૂમિકામાં હતાં.