અભિનેત્રી પાયલ રોહતગીને મંગળવારે જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. જામીન મળી ગયા પછી પાયલે કહ્યું કે, તે એવા લોકોની આભારી છે. જે એની સાથે ઉભા હતા.
પાયલે રડતાં રડતાં કહ્યું કે "મારી પાસે બોલવાની સ્વતંત્રતાનો અધિકાર છે. જેના આધારે મેં વિડીયો બનાવ્યો હતો. મને એ બાબતની જાણકારી નહોતી કે, હું આ કાનૂની પ્રક્રિયામાં ફસાઇ જઇશ." તેણે કહ્યું હતું કે, "હું વકીલ નથી. તેમજ મેં વકીલ બનવાનો અભ્યાસ કર્યો નથી. હું મારી સ્વતંત્રતાનો ઉપયોગ કાયદાકીય બાબતોમાં ફસાયા વિના કરીશ."
ત્યારબાદ એમણે 'જય શ્રી રામ', 'ભારત માતાની જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, તે એવા લોકોની આભારી છે. જે એની સાથે ઉભા હતા. ત્યારબાદ તેણે પતિ સંગ્રામ, માતા-પિતા, અને ભાઈ સહિત દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો.
બૂંદી પોલીસ દ્વારા આઇટી અધિનિયમ અનુસાર મોતીલાલ નેહરૂ, જવાહરલાલ નેહરૂ,ઇંદિરા ગાંધી અને ગાંધી પરીવારના અન્ય સભ્યો વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર વિવાદિત ટીપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેને 25,000 રૂપિયાના બે જામીન બોન્ડ દ્વારા જામીન મળી હતી. અભિનેત્રીની 15 ડિસેમ્બરે બૂંદી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બાદમાં એક સ્થાનિક અદાલતે તેને આઠ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.