મુંબઈ: અભિનેત્રી પાયલ ઘોષે ચોમાસા દરમિયાન ઉદાસ રહેતા લોકો વિશે વાત કરતા જણાવ્યું કે, લોકો હવામાનમાં થતા ફેરફારને કારણે હતાશા અનુભવી શકે છે, તેને દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે, આનંદ મળે તેવું કામ કરવું. અભિનેત્રીએ સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર વિશે તાલીમ મેળવી છે.
પાયલ કહે છે કે, 'ઘણા લોકો ચોમાસા દરમિયાન દુ:ખી અને ચિંતિત રહે છે. આ સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરનું સંસ્કરણ છે. કાળા વાદળો અને ઓછા તડકો મૂડને અસર કરે છે અને આ સમય દરમિયાન વ્યક્તિ ઉદાસ અને એકલતા અનુભવી શકે છે.
તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગાજવીજ અને વીજળી લોકોને ‘ચિંતિત થવા અને પેનિક અટેક’ માટે પ્રેરિત કરી શકે છે. પાયલે સ્વસ્થ જીવનશૈલી અને સંભાળ વિશે વાત કરી હતી.
તેણે કહ્યું કે, 'આ બધા કિસ્સાઓમાં અમે લોકોને ધ્યાન કરવા અને આનંદપ્રદ પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવા માટે કહીએ છીએ. અમે તેમને સૂર્ય, સુંદર હરિયાળી, ફૂલો, મેઘધનુષ્ય જોવા માટે કહીએ છીએ. આજુબાજુના સ્વચ્છ રસ્તાઓ અને ઇમારતોને જોવાનું અથવા બાળકોને રમતા જોઈ સારું મહેસુસ કરી શકી છીએ.
પાયલ વધુમાં કહે છે કે, આપણને જે ગમે છે ,તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને જે વસ્તુ આપણે નથી બદલી શકતા તેને સહન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.અભિનેત્રી છેલ્લે 2017 માં 'પટેલની પંજાબી શાદી'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિવંગત કલાકાર ઋષિ કપૂર, પરેશ રાવલ, વીર દાસ અને પ્રેમ ચોપરા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.