તમિળ રિમેક બાદ બોની કપૂર હવે ‘પિન્ક’ ફિલ્મની તેલુગુ રિમેક બનાવશે
મુબંઇ: 2016માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘પિન્ક’ ફિલ્મની તમિળ રિમેક બની ગઈ છે. તમિળ રિમેકને બોની કપૂરે પ્રોડ્યૂસ કરી હતી અને હવે તે તેલુગુ રિમેકને પ્રોડ્યૂસ કરવાના છે. દિલ રાજુ પ્રોડ્યૂસર સાથે મળીને બોની કપૂર ‘પિન્ક’ ફિલ્મની તેલુગુ રિમેકને પ્રોડ્યૂસ કરશે. તેલુગુ રિમેકમાં પવન કલ્યાણ લીડ રોલમાં છે. આ ફિલ્મને શ્રીરામ વેણુ ડિરેક્ટ કરશે. ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી થયું નથી.
file photo
ઓરિજિનલ ફિલ્મ ‘પિન્ક’માં અમિતાભ બચ્ચન વકીલના રોલમાં હતા જ્યારે તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી અને એન્ડ્રીઆ તારીંગ પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મને અનિરુદ્ધ રોય ચૌધરીએ ડિરેક્ટ કરી હતી અને સુજીત સરકારે પ્રોડ્યૂસ કરી હતી.તમિળ રિમેક ‘Nerkonda Paarvai’ માં અજિત કુમાર વકીલના રોલમાં હતો. આ ફિલ્મમાં વિદ્યા બાલન ગેસ્ટ અપિઅરન્સમાં હતી. આ ફિલ્મથી વિદ્યા બાલને તમિળ ડેબ્યુ કર્યું હતું.