- જનસેના પાર્ટીના કાર્યકરો અને સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત
- અભિનેતાએ કોરોના સામે સાવધાની સાથે ક્વૉરન્ટીન થયા
- બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોના સંક્રમિત થયાં હતા
હૈદરાબાદ (તેલંગાણા):કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશભરમાં ફરી એકવાર પરિસ્થિતિ ખૂબ કફોડી બની છે. એક તરફ લોકોએ રસી લગાવવાનું શરૂ કરી દીધું છે, તો બીજી તરફ કોરોનાના કેસોએ ફરી એકવાર ગતિ પકડી છે. આ જોતાં લોકો ફરી એકવાર કોરોના પ્રત્યે સભાન બન્યા છે. મનોરંજન ઉદ્યોગ પણ કોરાનાની આ ભયાનક લહેરની અસર જોવા મળી રહી છે. સાઉથના સુપરસ્ટાર અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણની પાર્ટીના કેટલાક કાર્યકરો અને સ્ટાફના સભ્યો કોરોના સંક્રમિત થયાં છે. આવી સ્થિતિમાં અભિનેતાએ સાવધાની સાથે પોતાને ક્વૉરન્ટીન કર્યા છે.
આ પણ વાંચો:અક્ષય કુમાર કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ માટે કરી અપીલ
અભિનેતાએ ક્વૉરન્ટીન થવાનો નિર્ણય લીધો
ડૉકટરોની સલાહ બાદ પવન કલ્યાણે પોતાને ક્વૉરન્ટીન થવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, પવન કલ્યાણના નજીકના ઘણા કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા છે.