"પતિ પત્ની ઔર વો" નો ફર્સ્ટ લુક આવ્યો સામે,શાનદાર અંદાજમાં જોવા મળ્યો કાર્તિક આર્યન
મુંબઇ : અભિનેતા કાર્તિક આર્યન ટૂંક સમયમાં જ ફિલ્મી જગતમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હાલમાં જ તેની ફિલ્મ "પતિ પત્ની ઔર વો" નો ફર્સ્ટ લુક સામે આવ્યુ છે. જેમાં કાર્તિક આર્યન બાઈક પર બેઠેલો જોવા મળે છે. ફિલ્મના પોસ્ટર્સને સોશિયલ મીડિયામાં શૅર કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કાર્તિકે ચિંટુ ત્યાગીનો રોલ કર્યો છે, જ્યારે ભૂમિ પેડનકરે કાર્તિકની પત્ની વેદિકા ત્રિપાઠીનો રોલ પ્લે કર્યો છે. જ્યારે અનન્યા પાંડે તપસ્યાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને મુદસ્સર અઝીઝે ડિરેક્ટ કરી છે અને ટી સીરિઝે પ્રોડ્યૂસ કરી છે.
"પતિ પત્ની ઔર વો" નો ફર્સ્ટ લુક આવ્યો સામે,શાનદાર અંદાજમાં જોવા મળ્યો કાર્તિક આર્યન
કાર્તિક આર્યન હાલમાં જ ઓફીશિયલ ઇન્સ્ટ્રાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ "પતિ પત્ની ઔર વો" નો પ્રથમ લુક શેર કર્યો હતો.કાર્તિક બાદ ભૂમિ અને પછી અનન્યાનો લુક સામે આવ્યો હતો. ભૂમિ હાથમાં પુસ્તકો સાથે જોવા મળે છે. ભૂમિ વિશે કહેવામાં આવ્યું છે, જરા હાઈ મેન્ટેનન્સ હૈં હમ. તો અનન્યા પાંડે ગ્લેમરસ લુકમાં જોવા મળી છે અને તેના હાથમાં પર્સ તથા જેકેટ છે. તેને લઈ કહેવામાં આવ્યું છે, યે અગ્નિપથ હૈં, ઈસે કોઈ પાર નહીં કર પાયા.