ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'ધ ગર્લ ઑન ધ ટ્રેન' હિન્દી રીમેકમાં જોવા મળશે પરિણીતી ચોપડા - bollywood

મુંબઇ: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ના શુટિંગમાં વ્યસ્ત છે. તો આ સિવાય તેણીની સાઇના નેહવાલની બાયૉપિકમાં પણ કામ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. હાલમાં જ મળતી માહિતી મુજબ પરિણીતિને ' ધ ગર્લ ઑન ધ ટ્રેન' ના ઑફિશિયલ હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવી છે. આ સમાચારને પરીણીતિએ પોતે જ કનફર્મ કર્યા છે.

સૌજન્ય: twitter

By

Published : Apr 24, 2019, 1:27 PM IST

Updated : Apr 24, 2019, 3:04 PM IST

મુંબઇ: બૉલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા હાલમાં પોતાની આગામી ફિલ્મ 'જબરિયા જોડી'ના શુટિંગમાં વ્યસ્ત છે. તો આ સિવાય તેણીની સાઇના નેહવાલની બાયૉપિકમાં પણ કામ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. હાલમાં જ મળતી માહિતી મુજબ પરિણીતિને ' ધ ગર્લ ઑન ધ ટ્રેન' ના ઑફિશિયલ હિન્દી રીમેકમાં કાસ્ટ કરવામાં આવી છે. આ સમાચારને પરીણીતિએ પોતે જ કનફર્મ કર્યા છે.

તો આ અંગે પરિણીતિએ પોતાના ટ્વિટર હેંન્ડલ પર જાહેરાત કરી હતી. પોતાની એક ફોટા સાથે લખ્યું હતું કે, ' આ થ્રિલિંગ સફર પર નિકળી પડી છુ, ધ ગર્લ ઑન ધ ટ્રે'ના ઑફિશિયલ હિન્દી રીમેકને લઇને હું ખુબ જ ઉત્સાહિત છું" આ ફિલ્મમાં પરિણીતિ એક વિધવા મહિલાનું પાત્ર નિભાવી રહી છે જેને દારૂનું સેવન કરવાની આદત હોય છે, જે એક ક્રાઇમ સીનને ઇન્વેસ્ટિગેટ કરી રહી હોય છે.

આ ફિલ્મ વર્ષ 2015માં આજ નામથી આવેલી પૉલા હૉકિન્સની બેસ્ટસેલર નૉવેલ પર આધારિત હતી, ફિલ્મ 2016માં રિલીઝ થઇ હતી. આ સાઇકોલૉજીકલ થ્રિલર ફિલ્મને રીલાયન્સ ઍન્ટરટેઇનમેન્ટ પ્રોડ્યુસ કરશે અને ફિલ્મને ઇન્ડિયન રીતી રીવાજો મુજબ બનાવવામાં આવશે. હિન્દી રીમેકમાં રિભૂ દાસગુપ્તા આ ફિલ્મને ડાયરેક્ટ કરશે, માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

Last Updated : Apr 24, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details