ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સાઈના' ની ટ્રેનિંગ દરમિયાન રડી પડતી હતી: પરિણીતિ ચોપરા - સાઈના નેહવાલ

ફિલ્મ સાઈનામાં પોતાના પાત્ર વિશે પરિણીતિ ચોપરા જણાવે છે કે, એક એવો સમય આવ્યો હતો જ્યારે તેને લાગ્યું હતું કે, તે સાઈનાનું પાત્ર નહીં ભજવી શકે કારણ કે કેટલીયેવાર તે બેડમિન્ટન કોર્ટમાં ટ્રેનિંગ દરમિયાન રડી પડતી હતી.

parineeti chopra
parineeti chopra

By

Published : Mar 17, 2021, 8:29 AM IST

  • પરિણીતી ફિલ્મ 'સાઇના'માં બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલની ભૂમિકા નિભાવી રહી છે
  • કેટલીયેવાર પરિણીતી બેડમિન્ટન કોર્ટમાં ટ્રેનિંગ દરમિયાન રડી પડતી હતી
  • સાઇના નેહવાલને પડદા પર ભજવવી એ મોટી જવાબદારી

હૈદરાબાદ: અભિનેત્રી પરિણીતી ચોપડા તેની આગામી ફિલ્મ સાઇનામાં બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલની ભૂમિકા નિભાવી રહી છે. તે કહે છે કે, એક સમય એવો આવ્યો જ્યારે તેને લાગ્યું હતું કે તે સાઈનાનું પાત્ર નહીં ભજવી શકે કારણ કે કેટલીયેવાર તે બેડમિન્ટન કોર્ટમાં ટ્રેનિંગ દરમિયાન રડી પડતી હતી.

આ પણ વાંચો: સાઈના નેહવાલ બાયોપિક: પરિણીતીએ ટ્રીટમેન્ટ વીડિયો શેર કર્યો

સાઇના નેહવાલને પડદા પર ભજવવી એ મોટી જવાબદારી

પરિણીતીએ અગાઉ કહ્યું હતું કે, સાઇના નેહવાલને પડદા પર ભજવવી એ મોટી જવાબદારી છે. તે પ્રેક્ષકોની પ્રતિક્રિયાથી ચિંતિત હતી. ટી-સીરીઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં પરિણીતી કહેતી જોવા મળી હતી કે, તેને ઘણીવાર પોતાના પર શંકા થતી હતી અને તેને લાગ્યું હતું કે તે આ પાત્ર ભજવી શકશે નહીં.

કેટલીયેવાર પરિણીતી બેડમિન્ટન કોર્ટમાં ટ્રેનિંગ દરમિયાન રડી પડતી હતી

પરિણીતીએ કહ્યું કે, 'એવું કેટલીયેવાર થયું કે હું બેડમિન્ટન કોર્ટમાં રડી પડતી હતી. એવું કેટલીયેવાર થયું છે મેં કહ્યું હોય કે હું આ ફિલ્મ નહીં કરી શકું'

આ પણ વાંચો: સાઇના ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ

ABOUT THE AUTHOR

...view details