મુંબઇઃ બૉલિવૂડ અભિનેતા પરેશ રાવલે આજકાલ સોશિયલ મીડિયા પર CAA અને દેશના શણશણતા મુદ્દાને લઇને અમુક ટ્વીટ કર્યા હતા અને ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
હાલમાં જ પરેશ રાવલના એક ટ્વીટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. પોતાના આ ટ્વીટમાં પરેશ રાવલે લખ્યું છે કે, 'દોસ્તો, તમારે તે સાબિત કરવાનું નથી કે, હિન્દુસ્તાન તમારા બાપ છે, પરંતુ તમારે તે સાબિત કરવાનું છે કે, તમારા પિતા હિન્દુસ્તાનના છે.' પરેશ રાવલના આ ટ્વીટને સોશિયલ મીડિયા પર ખૂબ જ રિએક્શન મળી રહ્યા છે.
પોતાના ટ્વીટ દ્વારા બૉલિવૂડ અભિનેતાએ CAA અને NRCનો વિરોધ કરી રહેલા લોકો તરફ ઇશારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. નાગરિક્તા સંશોધન કાયદા વિરૂદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનમાં અમુક જગ્યાએ લોકોએ પ્રખ્યાત રાહત ઇન્દોરીની શાયરી 'સબકા ખૂન શામિલ હૈ ઇસ મિટ્ટીમેં, કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હે'નો ઉપયોગ કર્યો હતો. એવામાં એક્ટરે ટ્વીટ કરીને લોકોને જવાબ આપ્યો હતો.
વાત કરીએ એક્ટરના વર્ક ફ્રન્ટની તો પરેશ રાવલે ફિલ્મી દુનિયાની સાથે રાજકીય દુનિયામાં પણ હાથ અજમાવ્યો હતો. પરેશે બૉલિવૂડની કેટલીય ફિલ્મોમાં વિલન તો અમુક ફિલ્મોમાં કૉમેડિયનની ભૂમિકા ભજવી છે.
ફિલ્મ 'OMG', 'વેલકમ', 'હેરા-ફેરી', 'સંજૂ' જેવી ફિલ્મોમાં એક્ટિંગથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જલ્દી જ બૉલિવૂડ એક્ટર ફિલ્મ 'હંગામા 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શિલ્પા શેટ્ટી, મીઝાન ઝાફરી અને પ્રણિતા સુભાષ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.