ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લોકડાઉનમાં પંકજ ત્રિપાઠી ચાહકો સાથે રસપ્રદ રીતે જોડાયા - પંકજ ત્રિપાઠી લોકડાઉનમાં રસપ્રદ રીતે ચાહકો સાથે જોડાયા

હાલના દિવસોમાં ચાલી રહેલા લોકડાઉનમાં બોલીવુડ સ્ટાર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પ્રશંસકો સાથે કનેક્ટ થઈ રહ્યા છે. અભિનેતા પંકજ ત્રિપાઠીએ પણ તેના ફેસબુક પેજ પર એક સિરીઝ શરૂ કરી છે, જેમાં તે પોતાના અનુભવો શેર કરશે.

લોકડાઉનમાં પંકજ ત્રિપાઠી ચાહકો સાથે રસપ્રદ રીતે જોડાયા
લોકડાઉનમાં પંકજ ત્રિપાઠી ચાહકો સાથે રસપ્રદ રીતે જોડાયા

By

Published : Apr 25, 2020, 8:10 PM IST

મુંબઇ: અભિનેતા પંકજ ત્રિપાઠીએ કોરોના વાઇરસ લોકડાઉન દરમિયાન ચાહકો સાથે વાતચીત કરવાની એક રસપ્રદ રીત શોધી છે.

અભિનેતાએ તેના ફેસબુક પેજ પર એક સિરીઝ શરૂ કરી છે, જેમાં તે પોતાના અનુભવોમાંથી સ્લાઇસ ઑફ લાઇફની વાર્તાઓ સંભળાવી રહ્યા છે, જેણે તેના જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખ્યો હતો. તેણે તેના શરૂઆતના વર્ષો વિશે પણ જણાવ્યું.

તેણે સાંભળેલી એક વાર્તામાં અભિનેતાએ કહ્યું કે કેવી રીતે ટ્રેન અને તેનો અવાજ તેના બાળપણની યાદોને તાજા કરે છે.

પંકજે કહ્યું, "મેં આ સ્ક્રિપ્ટથી શરૂઆત ન હતી કરી. આ એક વાતચીતની શ્રેણી છે જ્યાં હું મારા ચાહકો સાથે મારા માટે જે મહત્વ ધરાવે છે તે બાબતો વિશે વાત કરું છું."

ABOUT THE AUTHOR

...view details