મુંબઈ: ડિજિટલ પ્લેટફોર્મની સાથે સાથે મોટા પડદે પણ પોતાની સફળતાની છાપ ઉભી કરનારા અભિનેતા પંકજ ત્રિપાઠી કહે છે કે, જ્યારે વેબ સેન્સરશિપ પર ચર્ચા કરવાની વાત આવે છે. ત્યારે ચર્ચા કરવી મહત્વની છે.
સેક્રેડ ગેમ્સમાં 'ગુરૂજી' અને મિર્ઝાપુરમાં 'કાલિન ભૈયા'ની ભૂમિકાઓથી શ્રોતાઓનું દિલ જીતનારા પંકજે જણાવ્યું કે, દરેક બાબતે ચર્ચા થવી જોઈએ કારણ કે, સંવાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડિજિટલમાં સેન્સર વિના વાર્તાકારોને તેમની વાર્તાને તેમની રીતે કહેવાની તક મળે છે. તેમને કામ કરવાની પુરી સ્વતંત્રતા છે. પંકજ ત્રિપાઠી માને છે કે, સર્જનાત્મક સ્વતંત્રતાના નામે બધી વસ્તુઓની છૂટ આપી શકાતી નથી.