અભિનેતા પંકજ ત્રિપાઠી કહેવું છે કે, તે ક્યારેય પોતાના કામ સાથે કોમ્પ્રમાઈઝ નહી કરે. તે હંમેશા પોતાના કામને શ્રેષ્ઠ રીતે દર્શકો સામે રજૂ કરવાના પ્રયાસો કરે છે. વધુમાં તેમણે કહ્યું કે, હું હજી પણ ફિલ્મની પંસદગી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખું છું. હું એવા પાત્ર પસંદ કરું છું જે મારી સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ હોય.
હું હજુ પણ ફિલ્મ પસંદ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખું છુંઃ પંકજ ત્રિપાઠી - pankaj tripathi latest news
મુંબઈઃ એક્ટર પંકજ ત્રિપાઠીએ વેબ સીરીઝ 'મિર્ઝાપુર' માં પોતાના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. પંકજ ત્રિપાઠીએ આ વર્ષે જે પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે તેનાથી તે ખૂબ જ ખુશ છે. તેની દરેક ફિલ્મથી તેમને આનંદ અને સંતોષ છે. તેમને લાગે છે બેસ્ટ કામથી દર્શકો અને ચાહકોની અપેક્ષા વધે છે. જેનાથી અમારી પણ કામ પ્રત્યેની જવાબદારી વધે છે.
પોતાની ફિલ્મસને લઈ પંકજ ત્રિપાઠીએ કહ્યું કે, આ વર્ષે જે પ્રકારની ફિલ્મ કરું છું તેનાથી હું ખુશ અને સંતુષ્ટ છું. મારી દરેક ફિલ્મ્સે મને આનંદ આપ્યો છે. મારા ચાહકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે, સફળતા એ આપણને વધુ હાર્ડ વર્ક કરવા પ્રેરણા આપે છે.
વર્ષ 2020માં પકંજ ત્રિપાઠી 'કાગજ' ગુંજન સક્સેનાની બાયોપિક 'ધ કારગિલ ગર્લ', 'મીમી', 'લુડો' અને '83' જેવી ફિલ્મસમાં જોવા મળશે. તો આ સાથે જ તે વેબસીરીઝ મિર્ઝાપુરની બીજી સિઝનમાં પણ જોવા મળશે. જેમાં તે કાલીન ભૈયાની ભુમિકામાં જોવા મળશે. તેમના ઈન્ટરનેશનલ પ્રોજેક્ટની વાત કરીએ તો 'ધાકા' માં પંકજ ત્રિપાઠી ક્રિસ હેમ્સવર્થ સામે કામ કરતા જોવા મળશે. હાલ તે કોઈ બીજા પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે.