ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'પાણીપત' ફિલ્મનું પહેલું ગીત 'મર્દ મરાઠા' થયું રિલીઝ - bollywood news

મુંબઈઃ અભિનેતા અર્જુન કપૂરે બુધવારે પોતાના સોશિયલ એકાઉન્ટ પર આવનાર ફિલ્મ 'પાણીપત'નું પહેલું ગીત મર્દ મરાઠા શેયર કર્યુ છે. જે શૂરવીર યોદ્ધાની ગાથા દર્શાવે છે.

'પાણીપત' ફિલ્મનું પહેલું ગીત 'મર્દ મરાઠા' થયું રિલીઝ

By

Published : Nov 13, 2019, 10:08 PM IST

અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પાણીપત ફિલ્મનું પહેલું ગીત શેયર કર્યુ છે. તેમણે આ ગીતને ટ્વીટર પર શેયર કરતાં લખ્યું હતું કે, "દિલો મેં ગર્વ ઓર બાઝુઓ મેં જાન" # મર્દ મરાઠા સોન્ગ રીલિઝ.

આ ગીતમાં મરાઠા યોદ્ધા પોતાના ઝંડાની શાન અને યુદ્ધભૂમિને લલકારતા જોવા મળે છે. જે તેમની શૂરવીરતા દર્શાવે છે. ગીતમાં પાર્વતી બાઈ (કૃતિ સનોન) રાણી અને સદાશિવ ભાઉ (અર્જુન કપૂર)ની સાથે યુદ્ધભૂમિમાં લડવાની સોગંધ લે છે.

આમ, 3 મિનિટ 56 સેકેન્ડનું આ ગીત તમને 1761ના પાણીપતની રણભૂમિ તરફ લઈ જાય છે. જે તેનો મુખ્ય કૉન્સેપ્ટ છે. આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત આ એક હિસ્ટોરિકલ-ડ્રામા ફિલ્મ છે. જે 6 ડિસેમ્બરે રૂપેરી પડદે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details