મુંબઈઃ વાત જરા એમ છે કે, પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલે બોલિવૂડ અભિનેતા આમિર ખાનને ખૂની ગણાવ્યો હતી. જેની એક તસવીર સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે.
પાકિસ્તાની મીડિયાની મોટી ભૂલ, બોલિવૂડ એક્ટર આમિર ખાનને ખૂની ગણાવ્યો, બાદમાં ભૂલ સુધારી આ સામચારમાં હકીકતમાં એવી છે કે, પાકિસ્તાની કોર્ટે તાજેતરમાં જ એક રાજકીય પક્ષ મુહજિર કૌમિ આંદોલન-હક્કી (MQM)ના આમિર ખાન નામના નેતાને 17 વર્ષ બાદ ડબલ મર્ડર કેસમાં છૂટા કર્યા હતા, પરંતુ આ સમાચારને બ્રેક કરતા એક ચેનલે મુહાજિર કૌમિ મૂવમેન્ટ-હક્કી ((MQM)ના આમિર ખાનની જગ્યાએ બોલિવૂડ અભિનેતા આમિર ખાનની તસવીર લગાવી દીધી હતી. જે બાદ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
આ ભૂલને લીધે પાકિસ્તાની મીડિયા ફરી એકવાર મજાકનો વિષય બન્યું હતું. જો કે, ચેનલે થોડી વારમાં પોતાની ભૂલ સુધારી, પરંતુ આ મોટી ભૂલને કારણે, ચેનલના સ્ક્રીનશોટ્સ પહેલાથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતાં. ચેનલ વતી આમિર ખાનના ફોટા સાથે ચલાવાયેલા બ્રેકિંગ પર લોકો સતત ચેનલની મજાક ઉડાવી રહ્યાં છે.
મહત્વનું છે કે, આમિર ખાને હજી સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હાલ આમિર ખાન ટૂંક સમયમાં લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે, જેમાં કરીના કપૂર ખાન સાથે જોવા મળશે. દેશમાં કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી રખાઈ છે.