મુંબઈઃ ગત રોજ પાકિસ્તાનના કરાચીમાં એરપોર્ટ નજીક થયેલા પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ) વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયાં હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 97 લોકોએ જીવ ગુમાવ્યો છે.
વિમાન દુર્ઘટના બાદ પાકિસ્તાની અભિનેત્રી આયઝા ખાન અને તેના પતિના નિધનના સમાચાર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ત્યાર બાદ અભિનેત્રીએ પોતે જ ઇન્સ્ટાગ્રામ પર આ અફવાઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
આયઝાએ લખ્યું કે, 'આવી અફવાઓ ફેલાવવાનું બંધ કરો. હું અને મારા પતિ સંપૂર્ણ બરાબર છીએ. અલ્લાહ આવા લોકોને બુદ્ધી આપે કે જેઓ પુષ્ટિ કર્યા વગર કંઇપણ લખે છે. અલ્લાહ આપણને બધાને સુરક્ષિત રાખે અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ધૈર્ય આપે.'
અભિનેત્રીના પતિ દાનિશ તૈમુરે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ ફેક ન્યૂઝ અગે ખુલાસો કર્યો છે.
તમને જણાવી દઈએ કે, આયઝા ખાન પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી સુપરહિટ સિરિયલોમાં કામ કર્યું છે. આમાં 'અફઝલ', 'મેરી જિંદગી હૈ તુ', 'સારી ભૂલ મારી હમારી થી', 'થોડા સા હક' અને 'અધૂરી ઔરત' વગેરે શામેલ છે.