ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Pagalpanti ફિલ્મનું ધમાકેદાર ‘ઠુમકા’ ગીત રિલીઝ,રીલિઝ થતા જ વાઈરલ - અભિનેતા જ્હોન અબ્રાહમ

મુંબઇ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા જ્હોન અબ્રાહમ આજકાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પાગલપંતી’માં વ્યસ્ત છે.આ દરમિયાન શનિવારે ફિલ્મનું એક ધમાકેદાર ગીત ‘ઠુમકા’ રીલીઝ થયું છે, જેને હની સિંહે ગાયું છે. હની સિંહના અવાજમાં આ ગીત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, થોડા જ કલાકો પહેલા ટી-સિરીઝ દ્વારા અપલોડ કરવામાં આવેલું આ ગીત આજ સુધીમાં 3 લાખથી વધુ જોવા મળ્યું છે. આ ગીતમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ જોવા મળી છે.ગીત રીલિઝ થતા જ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. થોડા જ કલાકોમાં સોંગને લાખો વ્યૂ મળી ચૂક્યા છે. આ સોંગમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ જોવા મળી છે.

Pagalpanti ફિલ્મનું ધમાકેદાર ‘ઠુમકા’ ગીત રિલીઝ,રીલિઝ થતા જ વાઈરલ

By

Published : Nov 3, 2019, 2:41 AM IST

Updated : Nov 3, 2019, 4:45 AM IST

આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં છે. ‘પાગલપંતી’ આ વર્ષે 22 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

કોમેડીના બાદશાહ કહેવાતા અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પોતાના ટ્રેલરથી જ ફેન્સમાં છવાઈ ગઈ છે. ટ્રેલરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ જોરદાર એન્ટરટેઈનમેન્ટ પિરસશે. આ પહેલા પણ અનીસ બઝમીએ અનેક સુપરહીટ કોમેડી ફિલ્મો આપી છે. જેમાં નો એન્ટ્રી, વેલકમ, સિંગ ઈઝ કિંગ, રેડી જેવી ફિલ્મો સામેલ છે.

Last Updated : Nov 3, 2019, 4:45 AM IST

ABOUT THE AUTHOR

...view details