ન્યૂઝ ડેસ્ક:બોલિવૂડના પ્રખ્યાત પ્લેબેક સિંગર સોનુને (Playback Singer Gold Sonu Nigam) કલાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન બદલ દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ગણતંત્ર દિવસની (Republic Day 2022) પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની (Padma Shri Award 2022) જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ મળ્યા બાદ ખુશીથી ગાયકે કહ્યું કે, "આ દિવસ અને આ ક્ષણ મારા માટે અનમોલ છે. હું ભારત સરકારનો આભાર માનું છું જેણે મને આ એવોર્ડ માટે લાયક ગણ્યો".
આ પણ વાંચો:Republic Day 2022: આ મોટી હસ્તીઓએ ગીતના માધ્યમથી પાઠવી ગણતંત્ર દિવસની શુભેરછા
આ સન્માન માતાને ડેડીકેટેડ કરુ છું: સોનુ
સોનુએ આગળ જણાવ્યું કે, "હું મારી માતા શોભા નિગમ અને પિતા અગમ કુમાર નિગમનો પણ આભાર માનું છું. હું આ પદ્મશ્રી પુરસ્કાર મારી સ્વર્ગસ્થ માતાને સમર્પિત કરવા માગુ છું. જો અત્યારે અહીં હાજર હોત તો તેની આંખોમાં ખુશીના આંસુ નીકળી રહ્યાં હોત". આ સાથે સોનુ તેના ગુરુઓને યાદ કરતાં કહ્યું કે, "હું મારા બધા ગુરુઓનો હાથ જોડીને આભાર માનું છું, જેમણે મને ઘણું બધું શીખવ્યું છે. આજે હું જે કંઈપણ જાણું છું તે તેમના લીધે અને તેમના આશીર્વાદના લીધે જ".
આ પણ વાંચો:Republic day 2022: 73માં ગણતંત્ર દિવસની ઉજવણી ઘરે બેઠા આ ફિલ્મો જોઇને કરી શકાય છે, જૂઓ તેની તસવીરો
‘કલ હો ના હો’ના ટાઈટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ એનાયત
સોનુને ફિલ્મ ‘કલ હો ના હો’ના ટાઈટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડ (National Film Awards 2022 Date) પણ મળ્યો છે. સોનુ નિગમ હાલ તેના પરિવાર સાથે દુબઈમાં છે. તાજેતરમાં, સિંગર પરિવાર સાથે કોરોના સંક્રમિત થયો હતો, જેના વિશે તેણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી.