ન્યૂઝ ડેસ્ક: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઇકાલે સોમવારે 'પદ્મ પુરસ્કાર' (Padma Shri Award 2022) સન્માનિત લોકોને મેડલ અને પ્રમાણપત્રો આપ્યા હતાં. જેમાં સ્વામી શિવાનંદનું નામ પણ સામેલ હતું, જેને યોગ ક્ષેત્રમાં તેના મહત્વના યોગદાન બદલ 'પદ્મ પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યાં છે. આ અંગે હવે અક્ષય કુમારે પ્રતિક્રિયા આપી (Ashay Kumar Reaction On Swami shivanand Health) છે.
અક્ષય કુમારે આપી આ પ્રતિક્રિયા: 125 વર્ષની ઉંમરે સ્વામી શિવાનંદને કોઈ પણ આઘાર કે સહારા વિના ઝડપી ચાલતા જોઈને અક્ષય પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને વીડિયો શેર કરવાથી પોતાને રોકી શક્યો ન હતો. અક્ષયે લખ્યું..સ્વામી શિવાનંદજી 126 વર્ષના છે અને તેમનું સ્વાસ્થ્ય કેટલું સારું છે. ખૂબ ખૂબ પ્રણામ સ્વામીજી. આ વીડિયો જોઈને મન ખુશ થઇ ગયુ.
આ પણ વાંચો:તાપસી સ્ક્રીન પર છગ્ગા અને ચોગ્ગા ફટકારશે, મિતાલીની બાયોપિક ટીઝર રિલીઝ
અક્ષય કુમાર આ માટે છે પ્રખ્યાત:ખરેખર તો અક્ષય શિસ્તબદ્ધ જીવન જીવવા માટે જાણીતો છે. અક્ષય સવારે વહેલા ઉઠવા અને રાત્રે વહેલા સૂવા માટે પ્રખ્યાત છે. તે પોતે ઈન્ટરવ્યુમાં કહેતો આવ્યો છે કે તે બોલિવૂડ પાર્ટીઓમાં નથી જતો. અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું અને એક દિવસ રજા રાખવી.
અક્ષયની આ ફિલ્મને આ ફિલ્મે આપ્યો પડકાર: અક્ષયની ફિલ્મ 'બચ્ચન પાંડે' આ દિવસોમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' તરફથી પ્રચંડ પડકારનો સામનો કરી રહી છે, જે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. બચ્ચન પાંડે એક કોમેડી-એક્શન-થ્રિલર છે, જેનું નિર્દેશન ફરહાદ સામજીએ કર્યું છે. આ ફિલ્મમાં મુખ્ય સ્ટાર કાસ્ટના ભાગરૂપે કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ અને અરશદ વારસી છે.
હવે અક્ષય કુમારની આ ફિલ્મ થશે રિલીઝ:આ પછી અક્ષયની ફિલ્મ 'પૃથ્વીરાજ' સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેમાં તે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં જોવા મળશે. માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સોનુ સૂદ અને સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો:Run Way 34 Trailer Release: ફિલ્મ 'રનવે 34'નુ ટ્રેલર રિલીઝ, અમિતાભ બચ્ચને કહ્યું...