મુંબઇ: પનવેલ ફાર્મહાઉસમાં શૂટ થયેલા સલમાન ખાનનું રોમેન્ટિક ગીત 'તેરે બીના'ને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે.
આ ગીત થોડા દિવસો પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. ગીત રિલીઝ થયાના 24 કલાકમાં જ આ ગીતને 12 મિલિયન વ્યૂ મળી આવ્યા છે. આ ગીત ટ્રેન્ડમાં હોવા ઉપરાંત એક અઠવાડિયાની અંદર 26 મિલિયન વ્યૂ મેળવ્યા છે.
આ ગીત સલમાને ગાયું છે અને દિગ્દર્શન કર્યુ છે. આ ગીત તેના મિત્ર અજય ભાટિયાએ કંમ્પોઝ કર્યુ છે. ગીતને શબ્બીર અહેમદે લખ્યું છે.
આ ગીત અંગે સલમાન ખાને કહ્યું હતું કે, 'લગભગ સાત અઠવાડિયા પહેલા, જ્યારે અમે ફાર્મહાઉસ આવ્યા ત્યારે અમને ખબર નહોતી કે અમારે લોકડાઉનમાં અહીં જ રોકાવવું પડશે. તેથી અમે વ્યસ્ત રહેવા માટે અમે આ ગીત કરવાનું નક્કી કર્યું. અમે 'પ્યાર કરોના' શરૂ કર્યું અને હવે, અમે 'તેરે બીના' લોન્ચ કરી રહ્યા છીએ. આ મ્યુઝિક વીડિયોમાં જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.
સલમાન ખાન દ્વારા અભિનીત ગીત 'તેરે બીના'એ 26 mn વ્યૂ મેળવ્યા