ન્યૂઝ ડેસ્ક: 94માં અકાદમી એવોર્ડ સેરેમની (Oscars 2022) નું 27 માર્ચના રોજ લોસ એજેલન્સના ડોલ્બી થિયેટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. હવે ઓસ્કર્સ વિજેતાઓની સૂચી (Oscar Winner List 2022) જાહેર થઇ ગઇ છે. આ વર્ષે સૌથી વધારે 12 નોમિનેશન સિરીઝ 'ધ પાવર ઓફ ધ ડોગ'ને મળ્યો છે. આ બાદ ફિલ્મ ડ્યૂનને ઓસ્કર્સ 2022માં 10 કેટેગરીમાં નોમિનેટ કરાયુ હતું. આ સમારોહનું વિશ્વભરમાં 200થી વધુ ક્ષેત્રોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:oscar awards 2022: ઓસ્કારમાં લડાઈ, આ કારણે વિલ સ્મિથે હોસ્ટને માર્યો મુક્કો
આ સમારોહને આ સ્ટાર્સે કર્યો હોસ્ટ: ભારતમાં આ ફંક્શન 28 માર્ચના 5 વાગ્યથી શરૂ થયો છે. કોવિડના કારણે બે વર્ષ બાદ મનોરંજનની દુનિયાનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિશ્વભરના સેલેબ્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષે આ સમારોહને રેગિના હોલ, અમી શ્યૂમર અને વાંડા સ્કાય્સએ હોસ્ટ કર્યો હતો. આ વર્ષે ભારતીય સિનેમાની ડોક્યૂમેંટ્રી 'રાઇટિંગ વિથ ફાયર' (Writing with fire) ને ઓસ્કરની રેસમાં સ્થાન મળ્યું હતું. જાણો આ વર્ષે ભારતને હાથે શું લાગ્યું....
- કોડા (કોડા) ફિલ્મ ટીમ: બેસ્ટ ફિલ્મ
- શ્રેષ્ઠ ફિલ્મનું શીર્ષક 'કોડા'ને મળ્યું છે. ફિલ્મની વાર્તામાં ચાર લોકો છે. જેમાંથી ત્રણ લોકો સાંભળવામાં સક્ષમ નથી, જ્યારે ચોથું પાત્ર ગાયનના ક્ષેત્રમાં જવા માંગે છે અને તે ઘણા મોટા કોન્સર્ટમાં ભાગ પણ લે છે.
- બેસ્ટ એક્ટર: વિલ સ્મિથ, હોલીવુડ સુપરસ્ટાર વિલ સ્મિથે 94મી 'ઓસ્કાર એવોર્ડ 2022' માં ફિલ્મ 'કિંગ રિચર્ડ' માટે બેસ્ટ એક્ટરનો ખિતાબ તેના નામે કરી લીધો છે.
- બેસ્ટ એક્ટ્રેસ: જૈસિકા ચેસ્ટન, હોલીવુડ અભિનેત્રી જૈસિકા ચેસ્ટનને ફિલ્મ 'ધ આઇ ટેઇ ફે' ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ દિગ્દર્શક: જેન કૈમ્પિયન
- બેલફાસ્ટ - કેનેથ બ્રાન્ધૂ
- ડ્રાઇવ માય કાર - રયૂસુકે હમાગુચિઓ
- લિકોરીસ પિઝા - પોલ થોમસ અન્ડરસન
- ધ પાવર ઓફ ધ ડોગ - જેન કેમ્પિયન
- વેસ્ટ સાઇડ સ્ટોરી - સ્ટીવન સ્પિલબર્ગ
શ્રેષ્ઠ અભિનેતા-સપોર્ટ રોલ
- કોડી સ્મિથ - મેક્ફી- ધ પાવર ઓફ ધ ડોગ
- ટ્રોય કોસૂર- કોડા
- ચાયરન હિંડસ - બેલફાસ્ટ
- જેસી પ્લેમોન્સ - ધ પાવર ઓફ ધ ડોગ
- બેસ્ટ એક્ટ્રેસ- સપોર્ટીંગ રોલ
- જૈસી બકલી - ધ લોસ્ટ ડોટર
- એરિના ડિબોઝ - વેસ્ટ સાઇડ સ્ટોરી - વિજેતા
- ક્રિસ્ટન ડંસ્ટ - ધ પાવર ઓફ ધ ડોગ
- ઓન્જેન્યુ એલિસ - કિંગ રિચાર્ડ
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી
- ડ્યૂન - વિજેતા
- નાઇટમેર અલે
- ધ પાવપ ઓફ ધ ડોગ
- ધ ટ્રેજેડી ઓફ ઘ મૈકબેથ
- વેસ્ટ સાઇડ સ્ટોરી
- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ
- ધ વિન્ડ શિલ્ડ વિપર- વિજેતા
- અફેયર્સ ઓફ ધ આર્ટ
- બેસ્ટિયા
- બોક્સબોલેટ
- રોબિન-રોબિન
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ
- ડ્રાઇવ માય કાર
- ફ્લી
- ધ હૈંડ ઓફ ગોડ
- લુનાના: અ યોફ ઇન ઘ ક્લાસરૂમ
- ધ વર્સ્ટ પર્સન ઇન ધ વલ્ર્ડ
ડોક્યૂમેન્ટરી શોર્ડ વિષય
- ઓડિયેબલ
- લીડ મી હોમ
- ધ ક્વીન ઓફ બાસ્કેટ બોલ
- થ્રી સોન્ગસ ઓફ બેનાજિર
- વેન વી વર બુલીસ
- બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ
- અલા કુચુ- ટેર અંડ રૂસ
- ધ ડ્રેસ
- ઘ લોન્ગ ગુડ બોય
- ઓમ માય માંઇડ
- પ્લીઝ હોલ્ડ
બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી ફીચર
- અસેંશન
- અટિકા
- ફ્લી
- સમર ઓફ સોલ
- રાઇટિંગ વિથ ફાયર
અનિમેટેડ ફીચર ફિલ્મ
- અનકૈંટો
- જારેડ બુશ, બાયરન હાવર્ડ, યવેટ મેરિનો અને કર્લાક સ્પેન્સર
- ફ્લી
- જોનાસ પોહર રાસમુસેન, મોનિકા હેલસ્ટ્રોમ, સિગ્ને બર્જ સોરેનસેન અમને ચાર્લોટ ડી લા ગૌરનેરી
- લુકા
- અનરિકો કાસારોસા અને અંડ્રિયા વારેન
- ધ મિશેલ્સ વર્સેજ ધ મશીસ્નસ
- માઇક રિઆંડા, ફિ્લ લોર્ડ. ક્રિસ્ટોફર મિલર અને કર્ટ અલ્બ્રેક્ટો
- રાયા એન્ડ ધ લાસ્ચ ડ્રેગન
- ડોન હોલ, કાર્લોસ લોપેજ અસટ્રાડા, ઓસ્નાટા શુરર અને પીટર ડેલ વેચો