- "જલ્લીકટ્ટુ" એ માઓવાદીઓ પર આધારિત લેખક હરીશની ટૂંકી વાર્તા
- ઇન્ડિયન વુમન રાઇઝિંગ દ્વારા રજૂ કરાયેલી શોર્ટ ફિલ્મ 'બીટ્ટુ' હજુ પણ ઓસ્કારની રેસમાં
- કોરોનાને કારણે આ વર્ષે 25 એપ્રિલનાં રોજ યોજાશે એવોર્ડ ફંક્શન
ન્યુ દિલ્હી: 93માં એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર કેટેગરીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી "જલ્લીકટ્ટુ" ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ શોર્ટ ફિલ્મ "બીટ્ટુ" આગળ વધતા દેશ હજુ પણ ઓસ્કાર માટેની રેસમાં યથાવત છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ(AMPAS)એ બુધવારે જાહેરાત કરી હતી કે, ફિલ્મ નિર્માતા લિજો જોસ પેલિસરી દ્વારા નિર્દેશિત મલયાલમ ભાષાની ફિલ્મ "જલ્લીકટ્ટુ" એ શોર્ટલિસ્ટ કરાયેલી 15 ફિલ્મોનો ભાગ નથી. આ શ્રેણીમાં 93 દેશોની ફિલ્મ્સ પસંદ થઈ હતી. નોમિનેશન રાઉન્ડમાં, એકેડેમીનાં સભ્યોને 15 શોર્ટલિસ્ટેડ ફિલ્મો બતાવવામાં આવી હતી. જેને જોયા બાદ તેઓએ વોટિંગ કર્યું હતું.
6 સપ્ટેમ્બર 2019નાં રોજ પ્રીમિયર થઈ હતી જલીકટ્ટુ
એન્ટોની વર્ગીઝ, ચેમ્બન વિનોદ જોસ, સબ્યુમોન અબ્દુસમાદ અને સેંથી બાલચંદ્રન સ્ટારર "જલ્લીકટ્ટુ" એ માઓવાદીઓ પર આધારિત લેખક હરીશની ટૂંકી વાર્તા છે. આ ફિલ્મનું પ્રીમિયર 6 સપ્ટેમ્બર, 2019 ના રોજ ટોરન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. જેમાં તેને વ્યાપક પ્રશંસા મળી હતી. જેના કારણે તેને 93માં ઓસ્કાર એવોર્ડ્સ માટે પસંદ કરવામાં આવી હતી. જોકે, બીજા રાઉન્ડમાં જ તે બહાર ફેંકાઈ ગઇ છે.
મહિલા નિર્માતાઓનાં જૂથ દ્વારા રજૂ કરાઈ છે શોર્ટ ફિલ્મ 'બીટ્ટુ'