ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Oscar Award 2022: આ વર્ષે ભારતની આ ફિલ્મે મેળવ્યું ઓસ્કરમાં સ્થાન - Writing with Fire

94 એવોર્ડ સેશન માટે ઓસ્કર 2022ના (Oscar 2022) નોમિનીની યાદી મંગળવારે બહાર પાડવામાં આવી છે. આ યાદી લાઇવ સ્ટ્રીમ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેન કેમ્પિયન્સ વેસ્ટર્નની 'ધ પાવર ઓફ ધ ડોગ' ('The Power of the Dog) 2022ના ઓસ્કર રેસમાં સૌથી આગળ છે. જાણો આ યાદીમાં ભારતની કઇને ફિલ્મને સ્થાન મળ્યું છે.

Oscar 2022: આ વર્ષે ભારતની આ ફિલ્મે મેળવ્યું ઓસ્કરમાં સ્થાન
Oscar 2022: આ વર્ષે ભારતની આ ફિલ્મે મેળવ્યું ઓસ્કરમાં સ્થાન

By

Published : Feb 9, 2022, 10:27 AM IST

ન્યૂઝ ડેસ્ક: ઓસ્કર 2022ની (Oscar 2022) નોમિનેશન્સની સૂચિ (Oscar 2022 Nominations india) મંગળવારે જાહેર કરી છે. નામાંકનની જાહેરાત ટ્રેસી એલિસ અને લેસ્લી જોર્ડન દ્વારા જાહેર કરવામાં આવી છે. ભારતમાંથી લોકોને આ વર્ષે સૂર્યાની 'જય ભીમ' (jay Bhim) અને મોહનલાલની 'મરક્કર'ની આશા હતી, પરંતુ તે રેસમાંથી બહાર થઇ ગઇ છે, ત્યારે જાણો કે ભારતની કઇ ફિલ્મે ઓસ્કરમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે..

'ધ પાવર ઓફ ધ ડોગ' રેસમાં સૌથી આગળ

જેન કેમ્પિયન્સ વેસ્ટર્નની 'ધ પાવર ઓફ ધ ડોગ' ('The Power of the Dog) 2022ના ઓસ્કર રેસમાં સૌથી આગળ છે. આ એક મનોવૈજ્ઞાનિક ડ્રામાં છે. આ સાથે ભારતે પણ સર્વશ્રેષ્ઠ ડોક્યૂમેન્ટરી ફીચર શ્રેણીમાં 'રાઇટિંગ વિથ ફાયરે' (Writing with Fire) સ્થાન મેળવ્યું લીધું છે. જાણો આ ડોક્યૂમેન્ટરી વિશે...

આ પણ વાંચો:Oscar 2022: એક સવાલના જવાબે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગાવી આશા

'રાઇટિંગ વિથ ફાયર' વિશે જાણો

રિન્ટુ થોમસના દિગ્દર્શન હેઠળ બનેલી 'રાઇટિંગ વિથ ફાયરે' દલિત મહિલાઓ દ્વારા સંચાલિત સમાચાર પત્ર 'ખબર લહરિયા' ના ઉભરાવાની ગાથા વ્યક્ત કરે છે. આ ડોક્યૂમેન્ટરીની કહાની સુષ્મિતા ઘોષે લખી છે. બન્નેની કરિયરની આ પ્રથમ ડોક્યૂમેન્ટરી છે. ફિલ્મ બેખોફ પત્રકારત્વ પર આધારિત છે. ઉપરાતં અગાઉ તે ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મેળવી ચૂકી છે. આ મૂવી અત્યાર સુધીમાં 20થી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે. આ ફિલ્મથી લોકેને ઘણી આછા છે કે, ભારત માટે આ ફિલ્મ જરૂરથી ઓસ્કર લાવશે.

27 માર્ચના રોજ ઓસ્કર વિજેતાની ઘોષણા થશે

આ ડોક્યૂમેન્ટરી ફિલ્મમાં દલિત મહિલાઓના એક સમૂહની ગાથા દર્શાવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, કેવી રીતે દલિત મહિલાઓ આ અખબારને સામાજ સાથે જોડી રાખવા માટે પ્રિન્ટથી ડિજીટલ દુનિયામાં આવવા માટે પોતાને તૈયાર કરે છે. આ દરમિયાન તેમણે જાતિવાદ અને જેન્ડર જેવા પડકારોનો સામનો કરવો પડે છે. જણાવીએ કે, 27 માર્ચના રોજ ઓસ્કર વિજેતાની ઘોષણા કરવામાં આવશે.

આ પણ વાંચો:Jhund Traser: બિગ બી સ્ટારર 'ઝુંડ'નું ટીઝર રિલીઝ, જાણો ફિલ્મ કયારે મચાવશે ધમાલ

ABOUT THE AUTHOR

...view details