મુંબઇઃ એક્ટર જિતેન્દ્ર કુમારે પોતાના વાળ ઉતાર્યા છે અને પોતાને જાતે હેર કટ કરવું ભારે પડ્યું હતું. જિતેન્દ્રએ સોશિયલ મીડિયા પર પોતાના આ નવા લુકનો ફોટો શેર કર્યો હતો. 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' અને 'પંચાયત' જેવી ફિલ્મોમાં પોતાનો અભિનય કરનારા જિતેન્દ્ર કુમારે પોતાના આ અનોખા લુકને શેર કર્યો જેમાં તે માથા પર વાળ વગર જોવા મળ્યા છે. આ ફોટાના કેપ્શનમાં અભિનેતાએ લખ્યું કે, જ્યારે પોતે કરેલા હેરકટ ખોટા થઇ જાય. #ક્વોરન્ટાઇનલુક #ન્યૂલુક
'શુભ મંગલ ઝ્યાદા સાવધાન'ના એક્ટર જિતેન્દ્ર કુમારને જાતે વાળ કાપવું પડ્યું ભારે - શુભ મંગલ ઝ્યાદા સાવધાન
'શુભ મંગલ ઝ્યાદા સાવધાન' અને 'પંચાયત' જેવી ફિલ્મોમાં અભિનય કરનારા જિતેન્દ્ર કુમારે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કર્યો છે.
!['શુભ મંગલ ઝ્યાદા સાવધાન'ના એક્ટર જિતેન્દ્ર કુમારને જાતે વાળ કાપવું પડ્યું ભારે Etv Bharat, Gujarati News, Jitendra Kumar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7901507-1109-7901507-1593938716748.jpg)
Jitendra Kumar goes bald as 'self haircut' goes wrong
જિતેન્દ્ર હાલમાં જ ડિજિટલ ફિલ્મ 'ચમન બહાર'માં પણ જોવા મળશે, જેમાં રિતિકા બડિયાની, ભુવન અરોરા અને આલમ ખાન જેવા કલાકારો પણ સામેલ હતા.
વધુમાં જિતેન્દ્રે જણાવ્યું હતું કે, તેની વેબ સીરિઝ 'પંચાયત'ની બીજી સિઝન પર કામ શરુ છે.