અનુરાગ કશ્યપ દ્વારા ડાયરેક્ટ કરેલી "ગૈંગ્સ ઓફ વાસેપુર" ઘ ગાર્ડિયનની 21મી સદીની 100 બેસ્ટ ફિલ્મોમાંની એક ઈન્ડિયન ફિલ્મ છે. જેની માહિતી અનુરાગ કશ્યપે ઈંસ્ટાગ્રામ પર શેયર કરી હતી. ડાયરેકટરે લખ્યું હતુ કે "અહી હોવાનો ગર્વ છે, પણ આ લીસ્ટ મારી નથી. કેટલીક મારી પસંદની ફિલ્મથી નીચે હોઇ શકે છે અને "ડાર્ક નાઈટ" આગળના સ્થાન પર ડીઝર્વ કરે છે. લિસ્ટની નં 1 ફિલ્મ માટે સહમત છું. આ 21મી સદીની મારી પસંદગીની ફિલ્મ છે.
21મી સદીની 100 ફિલ્મમાં છે માત્ર એક ભારતીય ફીલ્મ "ગૈંગ્સ ઓફ વાસેપુર" - ફિલ્મમેકર અનુરાગ કશ્યપ
મુંબઈઃ ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ માટે ગર્વની વાત છે, તેઓની ફિલ્મ "ગૈંગ્સ ઓફ વાસેપુર" 21મી સદીની ટોપ 100 ફિલ્મમાંથી એક ભારતીય ફીલ્મ છે.
21મી સદીની 100 ફિલ્મમાં છે માત્ર એક ભારતીય ફીલ્મ "ગૈંગ્સ ઓફ વાસેપુર"
વધુમાં અનુરાગે લખ્યું "પી.એસ. આ ફિલ્મએ મારી ફિલ્મમેકિંગને બગાડયું છે, મારી ફિલ્મમેકિંગને એક ઓળખ આપી દીધી હતી. જેને હુ તોડવાની કોશીશ કરી રહ્યો છું. મને આશા છે કે એક દીવસ હું જરૂર સફળ થઇશ.