નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા સોનુ સૂદનો આજે જન્મ દિવસ છે. આ દિવસને ખાસ બનાવવા સોનુએ પ્રવાસી મજૂરોને 3 લાખ નોકરી આપવાની જાહેરાત કરી છે. જેની જાણકારી સોનુએ ટ્વિટ કરી આપી હતી. આ પહેલા પણ સોનુ સૂદ ઘણીવાર લોકોની મદદ કરી ચૂક્યો છે. જેમાં પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડ્યા હોય કે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પહોંચાડ્યા હોય.
સોનુ સૂદે જન્મ દિવસ પર કરી 3 લાખ નોકરીની જાહેરાત - પ્રવાસી
સોનુ સૂદ 30 જૂલાઇએ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ દિવસને ખાસ બનાવવા સોનુએ પ્રવાસી મજૂરોને 3 લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી છે.
સોનુ સુદે જન્મ દિવસ પર કરી 3 લાખ નોકરીની જાહેરાત
સોનુ સૂદે ટ્વિટ કર્યુ, 'મારા જન્મ દિવસ નિમિતે પ્રવાસી ભાઇઓ માટે http://PravasiRojgar.comનો 3 લાખ નોકરીઓને લઇને મારો કરાર. જે તમામને સારી સેલેરી ઉપરાંત PF, ESI અને અન્ય લાભનો પણ ફાયદો થશે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર સોનુ સુદના ચાહકો તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.