ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિવેક ઓબોરોયના વિવાદાસ્પદ ટ્વિટ પર ઓમંગ કુમારે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું - Gujarat

મુંબઇ : વિવેક ઓબોરોયએ ઐશ્વર્યા રાય બચ્ચનને લઇ વિવાદાસ્પદ મીમ સોમવારના રોજ ટ્વિટ કરી શેર કર્યું હતું.સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીથી લઇ સામાન્ય લોકોએ પણ વિવેક ઓબોરોયેને ટ્રોલ કર્યા હતા.

ફાઇલ ફોટો

By

Published : May 22, 2019, 11:17 AM IST

આ સાથે જ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતને ધ્યાનમાં લીધું હતું. શરૂઆતમાં માફી માંગવાની ના પાડતા વિવેક આબોરોયે બુધવારે આ બાબતે માંફી માંગી હતી તો તેણે આ ટ્વિટ ડિલીટ કર્યું હતું. તો હવે PM મોદીની બાયોપિકના ડાયેરેકટર ઓમંગ કુમારે વિવેક ઓબોરોયના આ વિવાદાસ્પદ મીમ પર પ્રતિક્રિયા આપી હતી.

પત્રકાર પરિષદ દરમિયાન ઓમાંગ કુમારે કહ્યું કે ટ્વિટ ડિલીટ કરી દીધુ, માફી પણ માંગી લીધી, આ એક મજાક હતું. ક્યારેક ક્યારે આપને લાગે છે કે આ રોચક છે તેથી તેને શેર કરવું જોઇએ. પણ કોઇને મજાક લાગે છે તો કોઇને નથી લાગતો. લોકોએ આના પર વાંધો ઉપાડયો તો વિવેકે આ ટ્વિટ ડિલીટ કરી દીધી અને તેણે માફી પણ માંગી લીધી.

મીમને ત્રણ ભાગમાં બનાવામાં આવ્યો હતો જેમા એકમાં ઓપિનિયન પોલ , Exit Poll, અને પરિણામ, આમ ત્રણ ભાગમાં રાખવામાં આવ્યો હતો. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાનની સાથે જોવા મળી હતી. EXIT POLLમાં વિવેક ઓબોરોય સાથે તો પરિણામમાં અભિષેક બચ્ચન સાથે આરાઘ્યા પણ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details