ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Tokyo Olympics: ચક દે ઈન્ડિયા! બોલિવૂડ સ્ટાર્સે મહિલા હોકી ટીમને સોશિયલ મીડિયા પર પાઠવી શુભેચ્છા - ટોક્યો ઓલિમ્પિક્સ 2020

ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં મહિલા હોકી ટીમે વિશ્વની બીજા નંબરની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાનલમાં પોતાની જગ્યા બનાવી લીઘી છે, ત્યારે બોલિવૂડના કેટલાક સિલેબ્રિટીઝે સોશિયલ મીડિયા માધ્યમથી હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.

http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/02-August-2021/12646638_93_12646638_1627886780526.png
http://10.10.50.80:6060//finalout3/odisha-nle/thumbnail/02-August-2021/12646638_93_12646638_1627886780526.png

By

Published : Aug 2, 2021, 3:56 PM IST

  • મહિલા હોકી ટીમે મેળવી સેમિફાઈનલ્સમાં એન્ટ્રી
  • બોલિવૂડ સિલેબ્રિટીઝે ટીમને પાઠવી શુભેચ્છા
  • વિક્કી કૌશલ અને નેહા ધૂપિયાએ પણ પાઠવ્યા અભિનંદન

ન્યૂઝ ડેસ્ક:પુરુષ હોકી ટીમની શાનદાર જીત બાદ મહિલા હોકી ટીમે પણ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં સેમિફાઈનલ્સમાં એન્ટ્રી મેળવી ભારતનું ગૌરવ વધાર્યુ છે. સોશિયલ મીડિયા પર તેમને ભરપૂર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ તાપસી પન્નુ, વિક્કી કૌશલ, નેહા ધૂપિયા અને અન્ય કેટલાય સિલેબ્રિટીઝે મહિલા હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો-Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ભારતનું ખાતુ ખોલ્યું, B-Town Celebsએ વરસાવી શુભેચ્છા

બોલિવૂડ સ્ટાર્સે પાઠવી શુભેચ્છા

તાપસી પન્નુએ તેની બે ફિલ્મો 'સૂરમા' અને 'મનમર્ઝિયા'માં હોકી પ્લેયરનો રોલ નિભાવ્યો હતો. તેણે પોતાના ટ્વીટર પર ટીમનો ઉત્સાહ વધારતા લખ્યું છે કે, "ખરેખર, ચક દે ઈન્ડિયા મોમેન્ટ', આપણી ટીમે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી"

નેહા ધૂપિયાએ પણ ગેમનો વીડિયો શેર કરી ટીમને ટ્વીટર પર અભિનંદન પાઠવ્યા હતા.

વિક્કી કૌશલે પણ પોતાના ઈન્સ્ટગ્રામ હેન્ડલ પર ટીમ ઈન્ડિયાને ચીઅર કરતી પોસ્ટ શેર કરી છે.

વિક્કી કૌશલ

ABOUT THE AUTHOR

...view details