કિવઃકિવમાં એક ઇમારત પર રશિયન રોકેટ હુમલામાં યૂક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેત્સનું મોત (Oksana Shvets Dies) થયું છે. તેના કલાકારોના જૂથ, યંગ થિયેટરે (Young Theartre), તેણીના મૃત્યુની પુષ્ટિ કરતું એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખ્યું હતું કે, 'કિવમાં રહેણાંક મકાન પર રોકેટ હુમલા દરમિયાન યૂક્રેનિયન કલાકાર ઓક્સાના શ્વેત્સનું મૃત્યુ થયું હતું. 'ધ હોલીવુડ રિપોર્ટર' અનુસાર, ઓક્સાના 67 વર્ષની હતી અને તેને યૂક્રેનના સૌથી પ્રતિષ્ઠિત કલા સન્માન, યૂક્રેનનો મેરિટેડ આર્ટિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ સંરક્ષણ મંત્રાલયે આપ્યુ આ નિવેદન
બીજી તરફ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે યૂક્રેન પરના હુમલા સંદર્ભે કહ્યું છે કે, "સ્પેશિયલ ઓપરેશન માત્ર યૂક્રેનના સૈન્ય માળખાને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યૂક્રેનમાં સૈન્ય કાર્યવાહીનો આદેશ આપ્યો હતો". સંઘર્ષની શરૂઆતથી જ બન્ને દેશોમાં સેંકડો નાગરિકો માર્યા ગયા છે. આ સંજોગોમાં લાખો લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે.