મુંબઇઃ કોવિડ-19ની મહામારી વચ્ચે સિંગર નૂપુર સેનન બહાદુરી બતાવતી સોમવારે પોતાના ઘરની બહાર નીકળી હતી. કારણ કે, તેને કરિયાણાની વસ્તુઓ ખરીદવાની તાત્કાલિક જરૂર હતી. તેમણે પોતાની આ શોપિંગ ટ્રીપને પણ ફિલ્મી ટચ આપ્યો હતો.
જો કે, નૂપુરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાની કારમાં બેઠેલી જોવા મળે છે અને કડકાઇથી બધાને સુરક્ષાની સાવધાનીનું પાલન કરવાનું કહી રહી છે અને માસ્ક પહેરીને ખરીદી કરવા નીકળી છે.