ગુરુગ્રામ (હરિયાણા): હિન્દુસ્તાની ભાઉએ એકતા કપૂરની XXX સિરીઝ પર કમ્પલેઇન કરી હતી. ભાઉએ એકતા પર ઇન્ડિયન આર્મીના અપમાનનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ કહ્યું હતું કે, એકતાને મળેલુ પદ્મશ્રી સન્માન પરત કરે અને માફી માંગે. હવે એક નિવૃત જવાને એકતા કપૂર સામે કેસ દાખલ કર્યો છે.
જાણીતી ફિલ્મમેકર એકતા કપૂરની નવી વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ-2' અંગે નવો વિવાદ થયો છે. આ વેબ સિરીઝમાં સેનાના કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓએ ગુરુગ્રામના પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આવી સામગ્રી દેશ અને સૈનિકોનું અપમાન છે. જેમાં સૈન્ય અધિકારીઓએ આ સિરીઝની અશ્લીલ અને અયોગ્ય સામગ્રી પર સવાલ ઉઠાવ્યાં છે.
'ટ્રિપલ એક્સ-2'ની વાર્તા આર્મીના જવાનોના જીવન પર આધારિત છે. આ વેબ સિરીઝ ઉપર નારાજગી વ્યક્ત કરતાં શહીદ કલ્યાણ ફાઉન્ડેશન (એમડબ્લ્યુએફ)ના અધ્યક્ષ મેજર ટી.સી. રાવે કહ્યું કે, આર્મીના સૈનિકો દેશ માટે પોતાનો જીવ બલિદાન આપે છે, પરંતુ સિરીઝના નિર્માતાઓ અને નિર્દેશકોએ એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, જ્યારે આર્મી સૈનિકો સરહદ પર સેવા આપે છે, ત્યારે તેમની પત્નીઓ અન્ય માણસો સાથે ઘરે સંબંધો બનાવે છે.
તેમણે કહ્યું કે, 'આ સામગ્રી ખૂબ વાંધાજનક છે અને તે આપણા સશસ્ત્ર દળોનું મનોબળ પણ ઘટાડી શકે છે. રાવે વધુમાં ઉમેર્યું કે, ટ્રિપલ એક્સ-2માં પણ એવા દ્રશ્યો છે, જ્યાં લશ્કરી જવાનોના ગણવેશ છે, જેમાં અશોક ચક્ર છે અને તાજનું પ્રતીક ફાટેલું છે. આ આપણા સશસ્ત્ર દળો અને સૈનિકોનું અપમાન છે.
મેજર એસ.એન. રાવ કહે છે કે, હરિયાણા જેવા રાજ્યમાં સૈન્ય કર્મચારીઓની સંખ્યા 3.70 લાખ છે. આ એ જવાનોનું અને આપણા જેવા સૈન્યના પૂર્વ માણસોનું અપમાન છે. જો એકતા વેબ સિરીઝમાંથી વાંધાજનક દ્રશ્યો દૂર નહીં કરે, તો અમે આપણો વિરોધ ઉગ્ર કરીશું