- નોરા ફતેહી સિંગર ગુરુ રંધાવા સાથે બીચ પર વોક કરતી જોવા મળી
- તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સએ કહ્યું- લગ્ન ક્યારે છે?
- યુઝર્સ આ તસવીરો પર પોતાના મન મુજબ વાતો ફેલાવી રહ્યા છે
ન્યુઝ ડેસ્ક:બોલિવૂડની ફેમસ ડાન્સર ગર્લ નોરા ફતેહીના ડાન્સ અને સુંદરતા પર દરેક લોકો ફિદા છે. નોરા જ્યારે પણ રસ્તાઓ પર આવે છે, ત્યારે તેને જોવા લોકોની લાઈનો લાગી જાય છે. નોરા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થવું સામાન્ય બની ગયું છે. આ વખતે ફરી એકવાર નોરા ફતેહી લોકોની નજરમાં(nora fatehi goa beah) આવી છે. નોરા ગોવા બીચ (nora fatehi and guru randhava) પર એક પ્રખ્યાત પંજાબી સિંગર સાથે જોવા મળી(Nora Guru At Goa Beach) હતી. હવે એવી અટકળો ચાલી રહી છે કે નોરા ફતેહીને તેનો પાર્ટનર (nora guru) મળી ગયો છે.
તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ગોસિપ તસવીરો ગોવાના બીચની છે. આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નોરા ફતેહી પ્રખ્યાત પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથે બીચ પર વોક કરતી જોવા મળી રહી છે. શું નોરા ફતેહીને ગુરુ રંધાવામાં પાર્ટનર મળી ગયો છે? કારણ કે આ તસવીરો વાયરલ થયા બાદ હવે આ બંને વિશે સોશિયલ મીડિયા પર આવી જ વાતો કરવામાં આવી રહી છે.
આગામી ગીતના શૂટિંગ માટે ગોવા બીચ પર પહોચ્યાં
ગુરુ રંધાવા અને નોરા ફતેહીની જોડી હિટ પંજાબી ગીત 'નચ મેરી રાની'માં જોવા મળી હતી. ત્યાર બાદ, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, બંને તેમના આગામી ગીતના શૂટિંગ માટે ગોવા બીચ પર પહોંચી ગયા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.