ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દિલ થામ કે બૈઠના જાલિમા: નોરા ફતેહીએ ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાના ગીતનું પોસ્ટર શેર કર્યું - Bhuj the pride of india

નોરા ફતેહી (nora fatehi) શાનદાર ડાન્સ માટે ખૂબ જાણીતી છે. અજય દેવગનની આવનારી ફિલ્મ ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં તે મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. જે વચ્ચે નોરા ફતેહીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે આ ફિલ્મનું એક ગીત જાલિમા કોકા કોલા કયારે રીલીઝ થવાનું છે.

Nor
Nor

By

Published : Jul 21, 2021, 9:30 PM IST

  • નોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું પોસ્ટર
  • 24 જુલાઈએ તેનું ગીત રીલીઝ થશે
  • નોરાના ફેન્સે પોસ્ટરને ખોબલે ખોબલે લાઈક્સ આપી

ન્યૂઝ ડેસ્ક: નોરા ફતેહી (nora fatehi)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટને તેના ફેન્સે ખૂબ લાઈક કરી છે. નોરા ફતેહીએ જે પોસ્ટર શેર કર્યું છે, તેમાં તેનું ગીત 24 જુલાઈએ રીલીઝ થવાનું છે. ટી-સીરીઝ દ્વારા આ ગીત રીલીઝ થશે. શ્રેયા ઘોષાલે ગાયું છે અને તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું છે. ગીતના શબ્દો વાયુએ લખ્યાં છે.

નોરાએ લખ્યુઃ અમારી સાથે રહોનોરા ફતેહીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરીને લખ્યું છે કે અમારી સાથે રહો. દિલ થામ કે બૈઠના જાલિમા હું આવી રહી છું, 24 જુલાઈએ ગીત રીલીઝ થશે. આ પોસ્ટને અત્યાર સુધી 6 લાખ 23 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

આ પણ વાંચો:Nora Fatehi: બ્લેક એન્ડ વ્હાઈટ Tie-Die ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર 2 પોસ્ટ શેર કરી બતાવી સ્ટનિંગ અદાઓ

નોરા ફતેહીના માથામાં ઈજા થઈઅત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક દુઘૈયાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે રીલીઝ થવાની છે. હાલમાં જ તેનું ટ્રેલર રીલીઝ થયું હતું, જમાં નોરા ફતેહીના માથા પર ઈજા થયેલી દેખાય છે. તે સંદર્ભે નોરાએ કહ્યું હતું કે સહકલાકારની ભૂલને કારણે તેના ચહેરા પર બંદુકથી ઈજા થઈ છે, અને લોહી પણ નીકળ્યું હતું. ડાયરેક્ટરે એક શોટના રૂપમાં તેનો ઉપયોગ કર્યો છે અને ફિલ્મમાં જે દેખાય તે ઈજાનું નિશાન અસલી છે.

ABOUT THE AUTHOR

...view details